ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: મુંબઇથી વડોદરા 20 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ, 3 વોન્ટેડ - વડોદરા સમાચાર

વડોદરા ગ્રામ્ય SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 48 ઉપરથી મારૂતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી પસાર થનાર છે.જેમાં નશા યુક્ત પદાર્થ લઈ જનાર છે જે બાતમીના આધારે કરજણ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર- 48 પર વોચ ગોઠવી હતી. ત્યારે સુરતથી વડોદરા જતા વાહનોનું ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.

મુંબઇથી વડોદરા  20 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ, 3 વોન્ટેડ
મુંબઇથી વડોદરા 20 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ, 3 વોન્ટેડ

By

Published : Jun 19, 2023, 11:46 AM IST

મુંબઇથી વડોદરા 20 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ, 3 વોન્ટેડ

વડોદરા:વડોદરા ગ્રામ્ય SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે 20 લાખના નશાકારક માદક પદાર્થ મેફેડ્રોનનો 200 ગ્રામનો જથ્થો ઝડપી પાડી સુરતના આરોપી દિલશાહ સિરાજુલહક શેખની ધરપકડ કરી હતી. મેફેડ્રોનના જથ્થા સહિત મોબાઇલ -2, મારૂતિ સ્વિફ્ટ ડિઝાયર નં-1 સહિત કુલ 25,14,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે એમ છતા આવાર ત્તત્વો માદક પર્દાથ લઇ આવે છે અને તેનું વેચાણ પણ કરે છે અને પોતે પણ આ નશાનું સેવન કરે છે.

ધરપકડ કરવાના ચક્રો:પોલીસે 3 આરોપીઓ વિરૂદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તેમજ મુંબઈ રહેતા આરોપી સલીમ શેખ, વડોદરાના સુભાનપુરાના દેવેન્દ્રસિંહ ઉર્ફે લખન ચૌહાણ અને શિનોર તાલુકાના સેગવા ગામના સુનીલકુમાર બાબુભાઇ પાટણવાડીયાને વોન્ટેડ જાહરે કરી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા તમામ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

મેફેડ્રોનના જથ્થા સાથે:વડોદરા શહેર-જિલ્લામાં ડ્રગ્સનું વેચાણ કરતા ઈસમોની જીગર ખુલી વડોદરા ગ્રામ્ય SOGની ટીમે મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડેલા સુરતના આરોપી દિલશાહ સિરાજુલહક શેખની પ્રાથમિક પુછપરછમાં આરોપી મેફેડ્રોનનો જથ્થો મુંબઇથી લાવીને વડોદરા શહેર અને જિલ્લામાં તેનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. અવાર-નવાર મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા પોલીસ આરોપી સાથે પક્ડી રહ્યા છે. તેમ છતા પણ આરોપીનો તો જાણે કોઇ ડર ના હોવાનું કંઇકને કંઇક જોવા મળી રહ્યું છે. જે ચોક્કસ બાતમી વાળી મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી આવી પહોંચતા તેની તલાસી લેતા SOGને માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

  1. Vadodara News : વડોદરામાં માત્ર 10 વર્ષમાં આવાસ ખખડયા, રહીશો જીવ હાથમાં લઈને જીવી રહ્યાં
  2. Vadodara News: વાવાઝોડામાં પાદરાના MGVCLના કર્મચારીઓ પાર્ટી મનાવવામાં વ્યસ્ત, ધરપકડ થઈ
  3. Vadodara Crime : IPL સટ્ટો રમાડતા બુકીના ઘરમાંથી રોકડ-બીયરનો જથ્થો મળ્યો, આરોપી ફરાર થવામાં સફળ

ABOUT THE AUTHOR

...view details