ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ફરી એકવાર પડ્યો ભુવો, તંત્રની પોલ ખુલ્લી - તંત્ર

વડોદરા: શહેરમાં ફરી એકવાર ભુવો પડ્યાની ઘટના સામે આવી હતી. જેમાં શહેરમાં આવેલા હરણી વિસ્તારમાં જાહેરમાર્ગ પર વધુ એકવાર ઉંડો ભુવો પડ્યો હતો. જેને કારણે વાહન-વ્યહારો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો..

વડોદરામાં ફરી એકવાર પડ્યો ભુવો, તંત્રની પોલ ખુલ્લી

By

Published : Jul 28, 2019, 3:48 AM IST

શહેરમાં દર વર્ષે ચોમાસાની દરમિયાન શહેરની આસપાસ ભુવા પડે છે. ત્યારે આ ભુવા તંત્રની પોલ ખુલ્લી પાડે છે. જોકે અવાર નવાર શહેરના રાજમાર્ગો પર પડી રહેલા ભૂવાને માટે જવાબદાર કોણ છે ? આ જ વર્ષે શહેરમાં અગાઉ પણ વાઘોડિયા રોડ, માંજલપુર તેમજ નવાપુરા જેવા વિસ્તારોમાં ભુવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જ્યારે જાહેર માર્ગો પર ચોમાસા દરમિયાન પડતા ભુવા ઘણા જોખમી સાબિત થતા હોય છે.

વડોદરામાં ફરી એકવાર પડ્યો ભુવો, તંત્રની પોલ ખુલ્લી

ABOUT THE AUTHOR

...view details