ગુજરાત

gujarat

ETV Bharat / state

Junior Paper Leak Case : જૂનિયર ક્લાર્કની પરીક્ષાના 36000 પેપરોનો કરાયો નાશ - Junior Clerk Paper Leak

રાજ્યમાં જૂનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર લીક થતાં (GPSSB Junior Clerk Paper Leak) હોબાળો મચ્યો હતો. ત્યારે આ પરીક્ષાના 36,000 પેપરોનો વડોદરાની એક સ્કૂલમાં નાશ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન અધિકારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Paper Leak: ખાયા પિયા કુછ નહીં ગ્લાસ તોડા બારા આના, જૂનિયર ક્લર્કની પરીક્ષાના પેપરોનો નાશ
Paper Leak: ખાયા પિયા કુછ નહીં ગ્લાસ તોડા બારા આના, જૂનિયર ક્લર્કની પરીક્ષાના પેપરોનો નાશ

By

Published : Feb 6, 2023, 3:50 PM IST

Updated : Feb 6, 2023, 4:12 PM IST

હજારો પપેરનો નાશ

વડોદરા:ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જૂનિયર ક્લર્કનું પેપર લીક થતાં સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો હતો. ઉમેદવારોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ મામલે મુખ્ય માસ્ટર માઈન્ડ ભાસ્કર ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, હવે પોલીસ અને અધિકારીઓની હાજરીમાં જૂનિયર ક્લર્કની પરીક્ષાના 36,000 પ્રશ્નપત્રનો નાશ કરવામાં આવ્યો હતો. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સરદાર વિનય સ્કૂલમાં સ્ટ્રોન્ગ રૂમ બનાવી આ પેપર મુકવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃJunior Clerk Paper Leak: વડોદરાના કોચિંગ ક્લાસમાં ATSએ માર્યું સીલ, અન્ય 2 ઝડપાયેલા આરોપી 7 દિવસના રિમાન્ડ પર

હજારો પપેરનો નાશ:પેપર લીક કૌભાંડના મુખ્ય માસ્ટરમાઈન્ડ ભાસ્કર ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય આરોપીને પણ ઝડપી પાડ્યા હતા. જોકે, આ પેપર લીક થતા જ લાખો ઉમેદવારોના સપના રોળાઈ ગયા હતા. હવે વડોદરામાં જુનિયર ક્લર્કના પેપરનો નાશ કરવામાં આવ્યો હતો. આ પેપરને સરદાર વિનય સ્કૂલમાં સ્ટ્રોંગરૂમ બનાવી મુકવામાં આવ્યાં હતા, જેમાં ઉત્તરવહી તેમ જ હાજરી પત્રક સહિતના સાહિત્યનો આજે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પોલીસની હાજરીમાં કટર મશીનથી પેપરનો નાશ કરવામાં આવ્યો હતો.

નવી તારીખ માટે રાહ જોવી પડશે:આખરે લાખો ઉમેદવારોના સપના આ કટર મશીનમાં કપાઈ ગયા હતા. હવે જૂનિયર ક્લર્કની પરીક્ષા આપવા બીજી તારીખની રાહ જોવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પેપર લીક થવાની ઘટના સામાન્ય બની હોય તેમ એક પછી એક પરીક્ષાના પેપર લીક થવાની ઘટના સામે આવતી જાય છે. તેને લઇને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજ્યમાં અનેક જગ્યાએ આ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃSaurashtra University Paper Leak: H.N કોલેજના પ્રમુખ આકરા પાણીએ, બદનક્ષી બદલ 6 કરોડનો દાવો કરીશ

શું હતો સમગ્ર મામલોઃરાજ્યમાં જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. આ પેપર લીક કાંડ બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. સાથ જ પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1,181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરશે. દરમિયાન ગુજરાત ATSએ આ મામલે 19 ની આરોપીઓની ધરપકડ કરી છે અને રાજ્ય બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયું હોવાનો એટીએસે ઘટસ્ફોટ કર્યો છે.

Last Updated : Feb 6, 2023, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details