ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા પોલીટેકનીક ખાતે સમરસ હોસ્ટેલમાં કોવિડ સેન્ટર ઉભુ કરાયું - વડોદરા પોલીટેકનીક

વડોદરા શહેરમાં કોરોના સંક્રમણના કારણે સરકારી હોસ્પિટલો ગોત્રી અને સયાજી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં હાઉસફુલ જેવી સ્થિતિ છે ત્યારે નવા બેડની સુવિધા ઉભી કરવા માટે તંત્રે પોલીટેકનિક ખાતે આવેલી સમરસ હોસ્ટેલને હવે કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખી હતી.

Vadodara
Vadodara

By

Published : Apr 18, 2021, 2:25 PM IST

  • સામાન્ય લક્ષણ ઓક્સિજન જરુર હોય તેવા દર્દીને દાખલ કરવામાં આવશે
  • સોશિયલ વર્ક ફેકલ્ટીના વિધાર્થીને માર્ગદર્શન આપવામાં આવ્યું
  • સમરસ ગર્લ હોસ્પિટલ 500 બેડ કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે

વડોદરા: શહેરમાં આવેલુ પોલીટેક્નિક ગુજરાત રાજ્ય સરકાર હસ્તક ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં રંજન ઐયર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જે રીતના કોરોના કેસો વધારો થઇ રહ્યો છે તેને લઇને ગર્લ્સ હોસ્ટેલમાં સામાન્ય લક્ષણ અને ઓક્સિજનની જરૂર હોય એવા કોરોનાના દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટમાં દર્દીઓ રિક્ષામાં ઓક્સિજન બાટલા સાથે સિવિલ હોસ્પિટલ બહાર જોવા મળ્યા, એમ્બ્યુલન્સની લાગી લાંબી કતારો

MS યુનિવર્સિટીના પોલીટેકનીક કોલેજ સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ હોસ્પિટલમાં ઉભી કરવામાં આવી

પ્રધાન યોગેશ પટેલ, મેયર કેયુર રોકડીયા, ઓ.એસ.ડી વિનોદ રાવ સમરસ કોવિડ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. ધારાસભ્યો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર પણ હાજર રહ્યા હતા. સ્વાસ્થ્ય સારું રહે તે માટે ઓક્સિજન વેન્ટિલેટર જેવી વ્યવસ્થાઓ આ ગર્લ્સ હોસ્ટેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યારબાદ સોશિયલ વર્ક ફેકલ્ટીના સ્ટુડન્ટને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વડોદરા પોલીટેકનીક ખાતે સમરસ હોસ્ટેલમાં કોવિડ સેન્ટર ઉભુ કરાયું

આ પણ વાંચો: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.61 લાખ લોકો કોરોનાથી સંક્રમિત, 1,501 મોત

SSG સુપ્રિટેન્ડર રંજન ઐયરે મુલાકાત લીધી

SSGના સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાજપના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોલીટેકનીક આવેલા ગર્લ્સ સમરસ હોસ્ટેલનો પ્રારંભ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં 500 બેડ તૈયાર કરવામાં આવ્યા છે જે અંગે બેઠક પણ યોજવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details