વડોદરા :નંદેસરી પોલીસ સ્ટેશનની શી ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન રાત્રની અંધારામાં એક મહિલા અનગઢ મહીસાગર નદી તરફ પોતાના બે નાના બાળકોને લઇને રડતાં રડતાં જઈ રહી હતી. જેથી શી ટીમને શંકા જતાં મહિલાને રોકી તેને શાંતિથી બેસાડીને પૂછપરછ કરતાં મહિલાએ જણાવ્યું હતું કે, મારા સાસુ સાથે ઝઘડો થયો છે અને રોજ રોજના ઝઘડાથી કંટાળી ગઈ છું. મારે મહિસાગર નદીમાં પડી મરી જવું છે, ત્યારે શી ટીમે સફળતાપૂર્વક સમજાવી આત્મહત્યા કરવા નીકળેલી મહિલા અને બે નાના બાળકોનો જીવ બચાવ્યો હતો.
મહિલા ખેડા જિલ્લાની રહેવાસીનંદેસરી પોલીસની શી ટીમે આ મહિલા અને તેના બાળકોને મહિસાગર નદીથી થોડેક દૂર લઇ જઇ બાંકડા પર બેસાડી પાણી પીવડાવીને મહિલાનું નામ તેમજ સરનામું પૂછ્યું હતું. જેમાં મહિલા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના એક ગામની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. મહિલાએ કહ્યું હતું કે, હું મારા બાળકો સાથે પતિ અને સાસુ સસરા સાથે રહું છું. મારે મારા સાસુ સાથે અવારનવાર ઝઘડો થાય છે. આજે પણ ઝઘડો થતાં મેં મહિસાગર નદીમાં પડીને મરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચોDeath by Suicide : ચાંદખેડાની હોસ્પિટલમાં નર્સની આત્મહત્યા, સંજોગ જોઇ પરિવારનો મોટો આક્ષેપ