- એમ એસ યુનિવર્સિટીમાં વિધાર્થી સંગઠનનો વિરોધ
- સરકાર દ્વારા આપતા માસ પ્રમોશનનો વિરોધ કરાયો
- કાલાઘોડા ચારરસ્તા પાસેે શાકભાજી વેચીને વિરોધ નોંધાયો
વડોદરા :શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના વિદ્યાર્થી સંગઠને સરકાર દ્વારા કોરોના મહામારીના પગલે જાહેર કરેલા માસ પ્રમોશનનો વિરોધ કર્યો હતો. રસ્તા પર આવી તંત્રની નીતિ સામે બાયો ચઢાવી કાલાઘોડા ચાર રસ્તા નજીક શાકભાજી વેચ્યા હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા ગત વર્ષે પણ માસ પ્રમોશન આપ્યું હતું અને ચાલુ વર્ષે પણ સરકાર દ્વારા માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું છે. જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવાં સમાન છે.
આ પણ વાંચો : વડોદરા એમ.એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ BCA વિવાદને લઈ કર્યો વિરોધ