વડોદરા:વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University baroda controversy) સતત વિવાદમાં રહી છે ત્યારે ફરી એક વિવાદે જન્મ લીધો છે. ગઈ કાલે એમ.એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી (Faculty of Commerce of MS University) પાસે પાર્કિંગમાં વિદ્યાર્થીઓને બાઇક અડી જવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે એમએસ યુનિવર્સિટીમાં પઠાણ ગેંગે ફરી માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું (Pathan Gang Strikes Again In MSU) છે. આ પ્રકારની ઘટનાઓ અંકુશ ન આવતા યુનિવર્સિટી સત્તાધીશો સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
સતત વિવાદમાં રહી યુનિવર્સિટી:વિશ્વવિખ્યાત એમ એસ યુનિવર્સિટીમાં રોજ બરોજ નવા નવા વિવાદો સામે આવી રહ્યા (MS University baroda controversy) છે. યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે નમાઝ પઢતો વીડિયો વાયરલ થયો હતો. તે મામલે ઉગ્ર વિરોધ થયો હતો અને ફરી બે દિવસ બાદ જ કોમર્સ બિલ્ડીંગ ખાતે નમાઝ પઢતો વીડિયો વાયરલ થયો હતો અને તે બાબતે બાબતે યુનિવર્સિટી વિજિલન્સ દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા. ફરી એકવાર યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીને લઈ યુનિવર્સિટીના સત્તાધીશો સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. શિક્ષણ ધામમાં થઈ રહેલા આવા બનાવીને યુનિવર્સિટીના સત્તાધીશો ક્યારે લગામ લગાવશે તે સૌથી મોટો સવાલ (MS University baroda controversy) છે.
શું હતો સમગ્ર વિવાદ:યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે પરીક્ષા પૂરી થયા પછી પાર્કિંગમાં મૂકેલી બાઈક લેવા ગયેલા વિદ્યાર્થીની બાઈક પાર્કિંગમાં બેસેલી એક વિદ્યાર્થીને અડી ગઈ હતી. જેના પગલે વિદ્યાર્થી સાથે બોલા ચાલી થઈ હતી. વિદ્યાર્થી દ્વારા પોતાના અન્ય મિત્રોને યુનિટ બિલ્ડીંગ પરથી બોલાવી લેવાયા હતા. વી વી એસ ના વિદ્યાર્થીઓના ટોળાએ કોમર્સ પર વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.આ ઘટના પર વિજિલન્સ અને સુરક્ષા જવાનો એ વિદ્યાર્થીઓને છોડાવ્યા હતા. બીજી તરફ વી.વી.એસના વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા. આ વિદ્યાર્થીઓ યુનિટ પર પહોંચી જે મેન બિલ્ડીંગ પર માર્યો તેના જ મિત્રએ માર માર્યો હતો. યુનિટ પર ઝાડને સ્ટ્રીમિંગ કરવાના લાકડા વડે વિદ્યાર્થીને મારતા ઇજાઓ પોહચી હતી. વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં પઠાણ ગેંગ સાથે સંકળાયેલા તત્વો હોવાનું ચર્ચા રહ્યું (Pathan Gang Strikes Again In MSU) છે.