- ભારત સરકારે 60 વર્ષથી વધુ વયના લોકોનું કોરોના વેક્સિનેશન શરુ કર્યું
- વડોદરામાં સાંસદ રંજન ભટ્ટે વેક્સિન લઈ લોકોને વેક્સિન લેવા કરી અપીલ
- 45થી 60 વર્ષના કે જેમને ગંભીર બીમારી છે તેમને પણ અપાશે વેક્સિન
વડોદરાઃ અત્યાર સુધીમાં પહેલાં બે તબક્કામાં 10471 હેલ્થ વર્કર અને 10413 ફ્રન્ટલાઈન વર્કર મળીને કુલ 21184 લોકોએ વેક્સિન મુકાવી છે. જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં 60થી વધુ ઉંમરના વડીલો અને 45થી 60ની વયના ગંભીર રોગ પીડિતોનું વેક્સિનેશન શરૂ છે. જ્યારે ચાર દિવસમાં 14279 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે.
ભારત સરકારે 60 વર્ષથી વધુ વયના લોકોનું કોરોના વેક્સિનેશન શરૂ કર્યું પોતાનો વારો આવે ત્યારે તમામ લોકો વેક્સિન અવશ્ય મુકાવેઃ સાંસદ રંજન ભટ્ટ
વડોદરાના સાંસદ રંજન ભટ્ટે ગુરુવારે મહાનગરપાલિકાના ચાણક્યપુરી અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને કોરોના સામે સલામતી આપતી વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. શહેરના મહિલા પૂર્વ સાંસદ જયાબેને બાજવા ખાતે અને વર્તમાન મહિલા સાંસદે શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની વેક્સિન લીધી હતી. બધા સલામત રહે, કોરોના અટકાવતી તકેદારીઓ પાળે અને તેની સાથે વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનમાં જોડાઈને તેને સફળતા અપાવે એવો અનુરોધ કરતાં રંજનબહેને જણાવ્યું કે, સહુ પોતાનો વારો આવે ત્યારે રસી અવશ્ય મુકાવે.
ભારત સરકારે 60 વર્ષથી વધુ વયના લોકોનું કોરોના વેક્સિનેશન શરૂ કર્યું વાંચો:વડોદરામાં વિજયી વાવટાં ફરકાવવા બદલ સાંસદ અને ધારાસભ્યે મતદારોનો આભાર માન્યો
ત્રીજા તબક્કાના માત્ર 4 દિવસમાં 60 વર્ષથી વધુ ઉંમરના 12212 વડીલોનું થયું વેક્સિનેશન
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈને જણાવ્યું કે, જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં 60થી વધુ ઉંમરના વડીલો અને 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર રોગ પીડિતોને કોરોના સામે રક્ષણ આપવા પ્રતિરક્ષક રસીકરણ શરૂ છે. જિલ્લાના સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે અને માન્ય ખાનગી આરોગ્ય સંસ્થાઓમાં નિર્ધારિત દર ચૂકવીને ઉપરોક્ત વય જૂથના લોકો રસી મૂકાવી શકે છે. ત્રીજા તબક્કાના પહેલા ચાર દિવસમાં 60 વર્ષથી વધુ ઉંમરના 12212 વડીલો અને ઉપર જણાવેલી ઉંમરના 2067 ગંભીર રોગ પીડિતો મળીને ફૂલ 14279 લોકોએ રસી મૂકાવી છે.
વડોદરામાં સાંસદ રંજન ભટ્ટે વેક્સિન લઈ લોકોને વેક્સિન લેવા કરી અપીલ જિલ્લામાં 1થી 3 તબક્કામાં 35463 લોકોએ વેક્સિન લીધી
અત્યાર સુધીમાં પહેલા બે તબક્કામાં 10471 હેલ્થ વર્કર અને 10413 ફ્રન્ટલાઈન વર્કર મળીને કુલ 21184 લોકોએ રસી મૂકાવી છે.આમ,જિલ્લામાં એકથી ત્રણ તબક્કા હેઠળ કુલ 35463 લોકોને જિલ્લામાં રસી મૂકવામાં આવી છે.હાલમાં ફ્રન્ટ લાઈન વર્કરને બીજો ડોઝ આપવાની અને આ બંને તબક્કાના બાકી રહી ગયા હોય એવા લોકોને પણ રસી આપવામાં આવી રહી છે.
વાંચો: વડોદરાના સાંસદ રંજન ભટ્ટે આર્મીના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ મનાવ્યો