- નર્મદા કેનાલમાં માતા-પુત્રીડૂબ્યા
- ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી
- માતા-પુત્રી મૂળ દાહોદના વતની
વડોદરાઃ જિલ્લાની નજીક પંચવટીથી અંકોડીયા તરફ જતી નર્મદા કેનાલમાં મહિલા પોતાની દીકરી સાથે કપડાં ધોવા માટે ગઈ હતી. આ દરમિયાન દીકરીનો પગ લપસી જતાં કેનાલમાં તણાઈ ગઈ હતી. ડૂબતી દીકરીને બચાવવા માટે માતાએ પણ કેનાલમાં છલાંગ લગાવી હતી અને તે પણ ડૂબી ગઇ હતી.
ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ
નર્મદા કેનાલમાં માતા-પુત્રી ડૂબ્યા બનાવ અંગે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને માતા-પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. જો કે, હજૂ સુધી બન્નેની કોઇ ભાળ મળી નથી.
પોલીસે શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને આ મામલે આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેનાલમાં લાપતા થયેલાં માતા-પુત્રી મૂળ દાહોદના વતની છે અને મહિલાનો પતિ ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.