વડોદરા: રાયપુરા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં(wedding ceremony organized at Raipura village Vadodara) જમ્યા બાદ આશરે 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર(More than 200 people affected by food poisoning) થઈ છે. લગ્ન પ્રસંગમાં મેંગો ડિલાઇટ ખાતા 226 લોકોને ઝેરી ખોરાકની અસર થતાં પેટમાં દુઃખાવાની, ઉલટીઓ થવાની તેમજ ઉબકા આવવાની ફરિયાદો શરૂ થઈ હતી. તમામ અસરગ્રસ્તોને ગોત્રી સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મેંગો ડિલાઈટ ખાવાના કારણે 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર મેંગો ડિલાઈટ ખાવાના કારણે અસર:સામે આવેલી માહિતી પ્રમાણે ભાયલી ગામ પાસેના રાયપુરા ગામમાં બળવંતસિંહ મગનસિંહ પઢીયારના ઘરે લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન પ્રસંગમાં 3000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મોડી સાજથી શરૂ થયેલા જમણવારમાં દૂધમાંથી બનાવવામાં આવતા મેંગો ડિલાઇટ સ્વીટ સહિત વિવિધ ચીજ-વસ્તુઓ હતી. જેમાં તબીબોની પ્રાથમિક તપાસમાં મેંગો ડિલાઈટ ખાવાના કારણે લોકોને અસર થઈ હોવાનું બહાર આવ્યું હતું.
અસરગ્રસ્તોને જરૂરી સારવારની સૂચના:મોડી સાંજે બનેલા આ બનાવની જાણ જિલ્લા કલેક્ટર અતુલ ગોર તેમજ એકેડેમિક મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસરો દોડી ગયા હતા. અસરગ્રસ્તોને વહેલામાં વહેલી સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરી સૂચનાઓ પણ સ્ટાફને આપવામાં આવી હતી. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને અસરગ્રસ્તોને જરૂરી સારવાર મળી રહે તેવી સૂચના આપી હતી.
તબીબી ટીમ દ્વારા ઘરોમાં સર્વે: જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષીબેન ચૌહાણે અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તેવું આયોજન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ કામગીરીમાં 19 સર્વેલન્સ ટીમ, 38 પેરા મેડિકલ સ્ટાફ, 9 મેડિકલ ઓફિસર, 3 તાલુકા હેલ્થ ઓફિસર કામે લગાડવામાં આવ્યાં હતાં. આ ગામમાં 4204 લોકો રહે છે. જે પૈકી 894 ઘરોમાં તબીબી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. અને અસર જણાતા લોકોને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. અસરગ્રસ્તો પૈકી 111 જેટલા લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેઓને ઓપીડી બેઝ પર સારવાર આપવામાં આવી હતી. તે પૈકી 87 લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ, 19 લોકોને ખાનગી હોસ્પિટલ, 5 લોકોને પાદરા સીએચસી ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 19 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.