વડોદરા : શહેરના અકોટા વિસ્તારમાં જીમ ટ્રેનર પતિએ તેમજ સાસરિયાએ પરિણીતાને લગ્નના પાંચ મહિનામાં જ એટલો ત્રાસ ગુજાર્યો કે પરિણીતા પિયર પરત જવા મજબૂર બની હતી. જે અંગે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેના લગ્ન ફેબ્રુઆરી 2021માં જીમ ટ્રેનર મયુર યશવંતભાઇ બેટકર (રહે. રામેશ્વરનગર, અલવાનાકા, માંજલપુર) સાથે થયા હતા. વિવાહના ત્રણ મહિના બાદ સાસરીયાઓએ વધુ દહેજની માંગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.
વાત વાતમાં મહેણાં મારવા :પરિણીતાને તેના પતિ અને સાસરીયા નાની નાની વાતોમાં મ્હેણા ટાણા મારતા કે ચાંદલો નાનો કેમ લગાડે છે. મોટો કેમ નથી લગાડતી. રાત્રે પતિ-પત્ની મોડી રાત સુધી કેમ જોગો છો. હવે પછી તારે જાગવાનું નથી. જીમ ટ્રેનર પતિનો માસિક 50 હજાર રૂપિયા પગાર હોવા છતાં ઘરખર્ચ આપતો ન હતો. સાસુ અને નણંદ પતિને ચઢામણી કરતા કે જો તું નાણા આપવાની ટેવ પાડીશ તો ઘર ખાલી કરી પિયરમાં બધું આપી દેશે. તેને તુ પગની જૂતીની જેમ રાખજે અને ઘરનું કામકાજ જ કરાવજે. બહારની હવા પણ લાગવા દેતો નહીં. આવી ચઢામણી બાદ ત્રાહિત પરિણીતા પોતાના પિયરે ચાલી ગઈ હતી.
આ પણ વાંચો :વેપારીને વિધર્મી પરિણીતા સાથે પ્રેમ કરવો પડ્યો ભારે, બદલામા મળ્યું મોત