વડોદરા:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ (Mahatma Gandhi's great-grandson Tushar Gandhi) ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે ભાજપની સરકાર સત્તામાં આવી છે ત્યારે ઇતિહાસ બદલવાની (mission to change history) એમની મુહિમ છે તે બહું જ જોરશોરથી ચલાવી છે. સાવરકરે માત્ર અંગ્રેજોની મદદ નથી કરી પરંતુ બાપુની હત્યા માટે પણ નથુરામને મદદ કરી (Savarkar helped Nathuram to kill Bapu) છે તે એક જૂની બાબત છે પરંતુ ફરી ટ્વીટ કરવા પાછળ માત્ર જે ઘટના બની છે તેને ભૂલવી ન જોઈએ સાથે આજે ભારતીય ચલણી નોટ (Indian currency notes) પર આજે ભ્રષ્ટાચારનું એક તંત્ર બની ગયું છે, બાપુની નોટો પર છબી બાપુનું અપમાન છે.
ચલણી નોટો આજે ભ્રષ્ટાચારનું તંત્ર: ભારતની ચલણી નોટો પર ગણેશજી અને લક્ષ્મીજીનો ફોટો અંગે અરવિંદ કેજરીવાલ દ્વારા કરાયેલ નિવેદનને લઈ જવાબમાં ગાધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું કે, જો આ સરકાર નોટો પરથી બાપુની છબી કાઢી નાખશે તો હું આ સરકારનો ઋણી રહીશ. કારણ કે એ નોટો પર જે બાપુ છે એ મોહનદાસ કરમચંદ ગાંધી નથી. આજે ચલણી નોટ ભ્રષ્ટાચારનું તંત્ર બની ગયું છે. આ નોટો પર બાપુનો ફોટો એક અપમાન જનક છે. આજે દેશના પ્રધાનમંત્રી દ્વારા કારન્સીનું પતન થયું છે તો તેમનો ફોટો લગાવવામાં આવે અને લોકોને જાણ થાય કે કારન્સીનું પતન શાના કારણે થયું છે. જો નોટો પરથી આ સરકાર બાપુની તસવીર હટાવી દેશે તો પહેલી અને છેલ્લીવાર હું તેમનું સમર્થન કરીશ અને એમની સાથે ઉભો રહીશ.