ગુજરાત

gujarat

ETV Bharat / state

LGBTQ સમુદાયે સન્માનની માગ સાથે યોજી રૅલી, 250થી વધુ થર્ડ જેન્ડર્સ સામેલ

વડોદરા: શહેરમાં LGBTQ સમુદાય દ્વારા રવિવારે એક સન્માન રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રૅલીમાં LGBTQ સમુદાયના આગેવાનો રાજ્યભરમાંથી ભાગ લેવા માટે વડોદરા ખાતે આવ્યા હતા. સાથે જ LGBTQ સમુદાયની સાથે જ આ રૅલીમાં જોડાયા હતા.

LGBTQ સમુદાયે સન્માનની માગ સાથે યોજી રેલી

By

Published : Jun 30, 2019, 8:51 PM IST

સુપ્રિમ કોર્ટ દ્વારા થર્ડ જેન્ડરને માન્યતા આપ્યા બાદ પણ સમાજમાં થર્ડ જેન્ડરને અલગ રીતે જોવામાં આવે છે. ત્યારે એના વિરોધમાં LGBTQ સમુદાય દ્વારા વડોદરાના સયાજીગંજ સર્કલથી લઈને ફતેગંજ યોગા નિકેતન સુધી રૅલી યોજવામાં આવી હતી. આ રૅલીમાં રાજ્યભરમાંથી 250થી વધુ થર્ડ જેન્ડરે ભાગ લીધો હતો.

LGBTQ સમુદાયે સન્માનની માગ સાથે યોજી રૅલી, 250થી વધુ થર્ડ જેન્ડર્સ સામેલ

આ રૅલીમાં વિવિધ પોસ્ટર અને બેનર દ્વારા LGBTQ સમુદાયને થઈ રહેલા અન્યાયના વિરોધમાં સૂત્રોચ્ચાર તેમજ પોસ્ટર પણ લખવામાં આવ્યા હતા. જો કે LGBTQ સમુદાયના આગેવાને જણાવ્યું હતું કે, સમાજમાં થર્ડ જેન્ડરને પણ સન્માનની જરૂર છે. તેમને પણ સન્માનની નજરોથી જોવામાં આવે તેવું તેઓ ઈચ્છે છે. જેને લઈને LGBTQ સમુદાય દ્વારા આ રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details