- સાવલીના પોઈચા ગામે નલ સે જલ યોજનાનો અમલ
- 24.96 લાખના ખર્ચે વાસમો પ્રોજેકટ, 18 લાખના ખર્ચે નવીન પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત
- પોઈચાના મહિલા સરપંચનો અથાગ પ્રયાસ, ગ્રામજનોને ચોખ્ખું પાણી મળશે
વડોદરાઃ સાવલીના પોઇચા ગામે નવીન પાણી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજિત 40 લાખના ખર્ચે નવીન પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાથી ગામના રહીશોને સરળતાથી પાણી મળી રહે તે માટે પોઇચાના સરપંચ નીતાબેન વાઘેલાની મહેનત રંગ લાવી હતી અને સરકાર તરફથી રૂપિયા 40 લાખના ખર્ચે ગામ માટે નવીન પાણીની ટાંકી મંજુર કરવામાં આવી હતી.
સાવલીના પોઈચા ગામે ધારાસભ્યએ 'નલ સે જલ' યોજનાનો કરાવ્યો પ્રારંભ
સાવલી તાલુકાના પોઇચા ગામ ખાતે ભારત સરકારની જળ જીવન મિશન 'નલ સે જલ' યોજના હેઠળ પોઇચા રાણીયાના ગ્રામજનોના લાભાર્થે રૂપિયા 24.96 લાખના ખર્ચે વાસમો પ્રોજેકટ અને 18 લાખના ખર્ચે નવીન પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારના હસ્તે કરવામાં આવ્યું હતું.
vadodara
ફ્લોરાઈડ યુક્ત પાણી પીવામાંથી ગ્રામજનો મુક્ત બનશે
સાવલી તાલુકાના પોઇચા ગામ ખાતે સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં સાવલી ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. વડોદરા જીલ્લાના મહામંત્રી નટવરસિંહ તથા તાલુકા પ્રમુખ મહિપતસિંહ રણા, જીલ્લા પંચાયત સદસ્ય જયાબેન ગામેચી, માજી તાલુકા પંચાયત પ્રમુખ ભયજીભાઈ મકવાણા તથા આજુબાજુના ગામોના સરપંચો તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Last Updated : Jan 8, 2021, 1:54 PM IST