ગુજરાત

gujarat

ETV Bharat / state

કરજણ: કોંગ્રેસ ઉમેદવારની પ્રચાર રેલીમાં જોવા મળ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા - Violation of social distance in congressional rallies

કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી વડોદરા શહેર કોંગ્રેસને કરજણ ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આજે શુક્રવારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં વડોદરા શહેર કોંગ્રેસના કાઉન્સિલર, પદાધિકારીઓ, દરેક વોર્ડના કાર્યકર્તાઓ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચારમાં જોડાયા હતા. જ્યાં કોરોનાની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો હતો.

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

By

Published : Oct 23, 2020, 7:49 PM IST

  • વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
  • કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કાર્ય શરૂ
  • પ્રચાર દરમિયાન જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ

કરજણ/વડોદરા: કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી વડોદરા શહેર કોંગ્રેસને કરજણ ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આજે શુક્રવારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં વડોદરા શહેર કોંગ્રેસના કાઉન્સિલર, પદાધિકારીઓ, દરેક વોર્ડના કાર્યકર્તાઓ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચારમાં જોડાયા હતા. જ્યાં કોરોનાની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો હતો.

કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા ડોર ટુ ડોર પ્રચાર

કરજણ નગરપાલિકામાં 7 વોર્ડ આવેલા છે. જેમાં કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. આ વખતે પણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાનો જવલંત વિજય થાય તે માટે વડોદરા શહેર કોંગ્રેસની ટીમે પ્રચાર શરૂ કરી દીધો છે. જેમાં ડોર ટુ ડોર પ્રચાર અને લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. જોકે કોંગ્રેસના આ પ્રચાર દરમિયાન કોરોના ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details