ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશભરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જાણો શા માટે આ દિવસે થાય છે લક્ષ્મી પૂજન - rangoli diwali special

દેશભરમાં આજે પ્રકાશના પર્વ દિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ (Diwali Festival) રહી છે. ત્યારે આજના દિવસે દિવડા અને રંગોળી પૂરીને ઘરને સુશોભિત કરવામાં આવે છે. આજના દિવસે ચોપડા પૂજનનું (diwali chopda pujan) પણ વિશેષ મહત્વ છે. ત્યારે આવો જાણીએ દિવાળીના દિવસનું અન્ય શું વિશેષ (importance of diwali festival) મહત્વ છે.

દેશભરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જાણો શા માટે આ દિવસે થાય છે લક્ષ્મી પૂજન
દેશભરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જાણો શા માટે આ દિવસે થાય છે લક્ષ્મી પૂજન

By

Published : Oct 24, 2022, 11:54 AM IST

વડોદરાસમગ્ર દેશભરમાં આજે દિવાળીના પાવનપર્વની ઉજવણી (Diwali Festival) થઈ રહી છે.દિવાળી તો (Diwali Festival) અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે. અધર્મ અને અહંકારના પ્રતીક સમા રાવણ ઉપર વિજય મેળવીને ભગવાન શ્રીરામનું અયોધ્યામાં પુનરાગમન થતાં, પ્રજાએ તેમનું સ્વાગત દીવડા પ્રગટાવીને (importance of diwali festival) કર્યું હતું.

દીવડા પ્રગટાવી થાય છે ઉજવણી કાલિકાપુરાણ પ્રમાણે, આ દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો હોવાની પણ માહિતી છે. દેવો અને મનુષ્યોએ દીવડા પ્રગટાવી મહાદેવીના વિજયને વધાવ્યો હતો. ભગવાન શ્રીરામે ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પધાર્યાં હતાં. તે દિવસે પ્રજાએ દિવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ બધા વિજયોનો દિવસ લોકોએ દીવડા પ્રગટાવી દિવાળીરૂપે (Diwali Festival) ઊજવણી કરવામાં આવે છે.

આજના દિવસે રંગોળીનું મહત્વરંગોળી' તો (rangoli diwali special) સ્વચ્છતા, શોભા અને સ્વાગતનું પ્રતીક છે. દિવાળી (Diwali Festival) આખરે તો લક્ષ્મીની પૂજાનો તહેવાર (lakshmi pujan diwali) છે. 'લક્ષ્મી' શબ્દનો અર્થ જ શોભા-સુંદરતા થાય છે. લક્ષ્મીજીની પધરામણી થાય તે માટે આંગણું સ્વચ્છ-સુંદર રાખવું પડે છે. વળી દિવાળીના દિવસોએ સૌનું સ્વાગત કરાય છે. બેસતા વર્ષના દિવસે તો સૌ મળવા આવે, ત્યારે રંગોળી (rangoli diwali special) પૂરીને સૌનું સ્વાગત કરાય છે.

લક્ષ્મીજીનો પ્રવેશ થાય છે બ્રહ્મપુરાણમાં જણાવ્યું છે કે, દિવાળીના દિવસે (Diwali Festival) મધ્યરાત્રિના સમયે દેવી લક્ષ્મીજી (lakshmi pujan diwali) વિહાર કરવા નીકળે છે અને જેમનું આંગણું સ્વસ્છ, સુશોભિત અને દેદીપ્યમાન હોય તેમના ઘરમાં સ્થિર થઈ વાસ કરે છે. આનો અર્થ એ થયો કે, સાફસફાઈ હોવાથી ઘરમાં જ લક્ષ્મી વસે છે. વળી લક્ષ્મી તો શોભા અને સૌંદર્યની દેવી છે. જે ઘર શોભાયમાન અને સુંદર હોય તેમાં જ લક્ષ્મીનો પ્રેવેશ થાય છે. 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' - આ ન્યાયે જ્યાં સ્વસ્છતા હોય ત્યાં જ દિવ્યતા પ્રગટે છે.

ચોપડા પૂજનનું મહત્વઘણા વેપારીઓના કુટુંબમાં દિવાળીની ખરી ઉજવણી ઘરે નહીં પણ દુકાનમાં કે ઓફિસમાં થાય છે. વર્ષમાં એકેય વાર પેઢી પર ન જતો ઘરનો સ્ત્રી વર્ગ અને છોકરાંઓ ચોપડાપૂજનને દિવસે સાથે નીકળી પડે છે. તેઓ નવાનક્કોર કપડાં અને ઘરેણાંથી સજ્જ થઈને, અત્તર - પરફ્યૂમ છાંટીને ચોપડાપૂજનમાં (diwali chopda pujan) સમયસર હાજર થઈ જાય છે. વેપારીઓને મન આ દિવસનું અનેરું મહત્ત્વ હોય છે, કારણ તે તેમને માટે દિવાળી એટલે જૂના-નવા હિસાબની લેવડદેવડ ચોખ્ખી કરવાનું પર્વ. વિક્રમ સંવત વર્ષના અંતિમ દિવસ એવા દિવાળીને શુભદિને વેપારી નવા વર્ષ માટે વપરાનારા ચોપડાનું પૂજન કરે છે અને બેસતા વર્ષના દિવસે શુભ ચોઘડિયામાં મિતિ નાખ્યા પછી જ નવા વર્ષના હિસાબકિતાબ લખે છે.

આધુનિક જમાનામાં પણ ચોપડા પૂજનઆજના જમાનામાં તો હવે ઘણી ખરી ગુજરાતી પેઢીઓએ મોડર્ન એકાઉન્ટિંગ પદ્ધતિ (diwali chopda pujan) અપનાવી લીધી છે. તેઓ ચોપડામાં (diwali chopda pujan) હિસાબ લખવાને બદલે કોમ્પ્યુટરરાઈઝ્ડ એકાઉન્ટિંગ સિસ્ટમ પર વધુ ભરોસો રાખે છે. છતાં ચોપડા પૂજનની પ્રથા એવી જડ ઘાલી ગઈ છે કે, વેપારી દિવાળીના દિવસે ચોપડાનું પૂજન કરવાનું ભૂલતો નથી. ઘણા વેપારી તો ચોપડાની સાથે કોમ્પ્યુટરની પણ પૂજા કરાવે છે! સગાં સંબંધીને નિમંત્રીને વેપારીઓ ધામધૂમથી ચોપડાપૂજન ઉજવે છે.

શા માટે આપણા દેશમાં પરંપરાજગતના બીજા કોઈ દેશમાં વેપારધંધાના હિસાબના ચોપડા પૂજવાની પ્રથા નથી. તો પછી ભારતમાં જ ચોપડાપૂજનની વિધિ શા માટે પ્રચલિત બની? આ પ્રશ્નનો કોઈ સ્પષ્ટ ઉત્તર તો નથી મળતો, પરંતુ એક તર્ક વેપારીઓ એવો કરે છે કે રાજા, ક્ષત્રિયો અને શૂદ્રો પણ દશેરાને દિવસે પોતાનાં અસ્ત્ર, શસ્ત્ર કે હુન્નર-કારીગરમાં કામ આવતાં ઓજારોનું પૂજન કરે છે. એ સદીઓથી જૂની પ્રથા જોઈને વેપારી કોમને એવું જણાયું હશે કે આપણે શસ્ત્રો નથી રાખતા તો કંઈ નહીં, ચોપડા તો રાખીએ છીએને વેપારી માટે તો ચોપડા જ વેપારની નાડ જેવા હોય એટલે તેની યથોચિત પૂજા થવી જોઈએ. આવી માન્યતાને આધારે ચોપડા પૂજનની પ્રથા શરૂ થઈ હશે એમ મનાય છે. લક્ષ્મીને તો વેપારીઓ પહેલેથી જ પોતાનાં આરાધ્ય દેવી ગણે છે. એટલે ચોપડાપૂજન માટેનો દિવસ પણ લક્ષ્મીપૂજનના (lakshmi pujan diwali) દિવસે જ રાખવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details