વડોદરા જનસેવા કેન્દ્રમાં લાભાર્થીઓનો હોબાળો - jan shuvidha kandra
વડોદરા:શહેરના નર્મદા ભવન ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં 30 જૂલાઈના રોજ વિધવા પેંશન યોજના,માં કાર્ડ સહિતની યોજનાના લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.
વડોદરા જનસેવા કેન્દ્રમાં લાભાર્થીઓનો હોબાળો
જનસેવા કેન્દ્ર ખાતે અસુવિધાઓને કારણે ત્રણ દિવસથી લાભાર્થીઓ પરેશાન થઈ રહ્યા હતા.જો કે કેન્દ્રમાં માત્ર ત્રણ વિન્ડો ચાલતી હોવાથી કલાકો સુધી લાંબી લાઈનોમાં લાભાર્થીઓ અટવાયા હતા.કેન્દ્રનું સર્વર ઠપ્પ થઈ જતાં લાભાર્થીઓમાં વધુ રોષે ભરાતા લાભાર્થીઓ દ્વારા જન સેવા કેન્દ્રમાં તોડફોડ કરી હતી.જો કે ઘટનાને પગલે રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.