ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, પીઝાહટના પીઝામાંથી મળી આવ્યું જીવડું - જીવડું

વડોદરા: શહેરમાં જાણીતા આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઇન રેસ્ટોરન્ટના ફૂડમાંથી જીવડું મળી આવ્યું હતું. જે બાદ આરોગ્ય વિભાગે ચેકીંગ હાથ ધર્યું હતું.શહેરના રેસકોર્ષ વિસ્તારમાં આવેલા જાણીતા આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઇન રેસ્ટોરન્ટના ફૂડમાંથી જીવડું મળી આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.પીઝાહટમાં ફેમિલી સાથે પિઝાની મજા માણી રહેલા પરિવારનું અચાનક ધ્યાન જતા ફુડમાંથી જીવડું મળી આવ્યું હતું. જેની ફરિયાદ સંચાલકોને કરવામાં આવી હતી. પરંતુ કોઈ વિશ્વસનીય જવાબ સંચાલક તરફથી મળ્યો ના હતો.જોકે આ ઘટના બાદ વડોદરા આરોગ્ય વિભાગે પીઝાહટ ખાતે ચેકીંગ હાથ ધર્યું હતું.

પીઝાહટના પીઝામાંથી મળી આવ્યું જીવડું

By

Published : Aug 23, 2019, 7:17 PM IST

શહેરના રેસકોર્સ સર્કલ પાસેના પિઝાહટમાં ભોજન લઈ રહેલા પરિવારના એક સદસ્યના ફૂડમાંથી જીવડું નિકળ્યું હતું.જોકે આ મામલે ગ્રાહકે સમગ્ર બનાવનો વિડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો.ગ્રાહકની પુત્રીએ ખાધેલા પીઝામાંથી જીવડું દેખાતા કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી.જોકે જીવડું નિકળ્યા પછી પણ હોટલના કર્મચારીઓ સામે એક્શન ના લેવાયા હોવાના ગ્રાહકે વિડીઓમાં આક્ષેપ કર્યા હતા.આ મામલે વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા પણ પીઝાહટ ખાતે ચેકીંગની પ્રક્રિયા હાથવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details