અક્ષરે પોતાની મંગેતર મેહા પટેલ સાથે લીધા સાત ફેરા વડોદરા: ભારતીય ક્રિકેટ ટીમના આધાર સ્તંભ સ્પિન બોલર અને બેટ્સમેન અક્ષર પટેલ અને મેહા પટેલ વડોદરા શહેરના છેવાડે આવેલા કબીર ફાર્મ હાઉસમાં લગ્નના બંધનમાં સાત ફેરા વસંત પંચમીના દિને ફર્યા હતા. આ શુભ પ્રસંગના ફંક્શનમાં માત્ર પરિવારજનો સહિત અંગત મિત્રો અને ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ક્રિકેટરો પણ ઉપસ્થિતિ રહ્યા હતા.
ડાયટિશિયન મેહા સાથે એક વર્ષ સુધી સગાઈ રાખનાર અક્ષરે સાત ફેરા લઈને લગ્નના બંધને બંધાયો અક્ષરે સાત ફેરા લઈને લગ્નના બંધને બંધાયો:ભારતીય ક્રિકેટરો એક પછી એક લગ્નના બંધને બંધાઈ રહ્યાં છે. જેમાં કે.એલ. રાહુલ બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલે તેની ગર્લફ્રેન્ડ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. અક્ષરે સાત ફેરા લઈને લગ્નના બંધને બંધાયો છે. અક્ષરની પત્ની બની ચૂકેલી મેહા સોશિયલ મીડિયામાં રિલ્સ મૂકીને ધૂમ મચાવે છે. અક્ષર પટેલના લગ્ન ગતરોજ 26મીના રોજ વડોદરાના કબીર ફાર્મ માં થયાં હતાં.
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલે તેની ગર્લફ્રેન્ડ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ક્રિકેટરો પણ ઉપસ્થિત:આ સમારોહમાં જયદેવ ઉનડકટ-ઇશાંત શર્મા સહિતના ક્રિકેટરો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉનડકટે મહેંદી સેરેમનીના ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર મૂક્યાં હતાં. જેમાં મેહા અને અક્ષર પટેલ લગ્ના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. અક્ષર પટેલ વરઘોડામાં વિન્ટેજ કારમાં નીકળ્યાં હતાં. જેમાં તેની સાથે પરિવારના સભ્યો પણ જોડાયા હતાં. 'અક્ષર કી બારાત' લખેલા ડિજે સાથેના ટ્રકની પાછળ જાનમાં આવેલા અક્ષરના સંબંધીઓ અને મિત્રોએ ખૂબ જ ડાન્સ કર્યો હતો. અક્ષર પટેલે અને તેની પત્ની મેહાએ પણ ડાન્સ કર્યો હતો.
આ પણ વાંચોAnant Ambani at Tirumala : ભાવિ અર્ધાંગીનિ સાથે અનંત અંબાણી મંદિરોના પ્રવાસે, તિરુમાલા શ્રીવારી મંદિરની મુલાકાત લીધી
બન્ને એકબીજાને ઘણાં વર્ષોથી કરતાં હતાં ડેટ: અક્ષર પટેલ અને મેહા પટેલ એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખતા હતાં. બન્ને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. ગત વર્ષે જ મેહા અને અક્ષર વચ્ચે સગાઈ થઈ હતી ત્યારબાદ એકાદ વર્ષ સગાઈ પછી બન્નેના લગ્ન થયા હતાં મેહાનું હોમ ટાઉન નડિયાદ છે. મિતુલ પટેલ અને પ્રિતલ પટેલની દીકરી મેહા પટેલ ડાયેટિશિયન અને ન્યૂટ્રિશિયનિસ્ટ તરીકે કામ કરી લોકો સાથે ડાઈટ પ્લાન પણ શેર કરે છે. પોતાનું કામ આ રીતે સંભાળતી મેહા અક્ષર પટેલ સાથે ઘણીવાર જોવા મળતી હતી. બન્ને પોતાની રજાઓ વિતાવવા માટે અમેરિકા પણ ગયાં હતાં. મેહાને એક ભાઈ પણ છે જેનું નામ પ્રણવ પટેલ છે.
આ પણ વાંચોSurat news : આહિર સમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન, 238 નવયુગલોને મળશે સરકારી લાભો
એક વર્ષ અગાઉ થઈ હતી સગાઇ:અક્ષર પટેલના લગ્ન ગત રોજ 26મી જાન્યુઆરીના રોજ ગુરુવારના રોજ વડોદરામાં થયા હતા. આ સમારોહમાં જયદેવ ઉનડકટ સહિતના ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા. ઉનડકટે મહેંદી સેરેમનીના ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર મૂક્યા હતા, જેમાં મેહા અને અક્ષર પટેલ લગ્નના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. 26 માર્ચના રોજ જન્મેલી મેહાના જીવનમાં 26નો અંક લકી હોય એમ 26 જાન્યુઆરીએ લગ્ન કર્યા છે. બન્નેની સગાઈ 20 જાન્યુઆરી 2022ના રોજ થઈ હતી.