શહેર-જિલ્લાના આરોગ્ય તંત્રના ભારે પ્રયાસો બાદ પણ હજુ સુધી રોગચાળો કાબુમાં નહી આવતા દિવસેને દિવસે રોગચાળો વકરી રહ્યો છે. જેને પગલે શહેરમાં બિમારીનું પ્રમાણમાં વઘારો થયો છે. શહેરીજનો રોગચાળાને નાથવા માટે તંત્ર કોઈ ઠોસ પગલા ભરે તેવી માંગ કરી રહ્યા છે. દુષિત પાણી પીવાના કારણે પ્રૌઢને ઝાડા-ઉલટી થયા હતા. ઝાડા-ઉલટીના કારણે પ્રૌઢનુ મોત થયુ છે. શહેરમાં ચાલુ મહિનામાં ઝાડા-ઉલટીના 543 દર્દીઓ નોંધાયા છે.
વડોદરા રોગચાળો વકર્યો, પાણીજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો - waterborne
વડોદરાઃ દુષિત પાણીના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે. પાણીજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે શહેરના ફતેપુરા વિસ્તારમાં દુષિત પાણીના કારણે એક પ્રૌઢનું મોત થયુ છે. શહેરમાં પાણીજન્ય તેમજ વાયરસના કારણે ફેલાતા રોગચાળાએ માથું ઉંચકયું છે. શહેરમાં મેલેરિયા અને ઝાડા-ઉલ્ટીના દર્દીઓથી ખાનગી અને સરકારી દવાખાના ઉભરાઈ રહ્યા છે.
મહત્વનુ છે કે, શહેરમાં દુષિત પાણીના કારણે સ્થાનિકો પરેશાન છે. જેના કારણે વિવાદ પણ થયો છે. દૂષિત પાણીના વિતરણના મામલે ત્રણ અધિકારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી. અલ્પેશ મજમુદાર, રાજેશ ચૌહાણ, મનહર બગડાને નોટિસ ફટકારવામાં આવી. અલ્પેશ મજમુદાર અને રાજેશ ચૌહાણને શિક્ષાત્મક કાર્યવાહીની નોટિસ ફટકારવામાં આવી છે. મનહર બગડાને બરતરફ કરવાની નોટિસ ફટકારી છે.
જયારે વડોદરા કોર્પોરેશન હાલ આ દુષિત પાણીને લઈને સફાળુ જાગી છે. વડોદરા શહેરની વિવિધ વિસ્તારોમાં આવેલી પાણીની ટાંકીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા અને હવે આ કામગીરી દૈનિક ધોરણે કરવામાં આવશે.