- વડોદરામાં બંટી-બબલીનો તરખાટ
- ત્રણ જવેલર્સને છેતર્યા
- બાપોદ પોલીસે ઝડપી પાડ્યા
વડોદરા : શહેરના પૂર્વ વિસ્તારમાં ખોડિયાર નગર ચાર રસ્તા નજીક આવેલા જવેલર્સમાં બનાવટી પાયલ વેચવા માટે આવેલા બંટી-બબલી ઝડપાયા હતા.બાપોદ પોલીસ મથકની તપાસમાં આ બંટી-બબલીએ શહેરના ત્રણ જવેલર્સને છેતર્યા હોવાની વિગતો બહાર આવી હતી.
વડોદરામાં બંટી અને બબલીને બાપોદ પોલીસે ઝડપી પાડ્યા રૂપિયાની જરૂર છે કહી નકલી ઝાંઝર પધરાવ્યા
શહેરના આજવા રોડ ખાતે રહેતાં નિમેષ મનુભાઈ રાવલની અંબિકા ક્વેલર્સ નામની દુકાન છે. તા.12 ડિસેમ્બરે સાંજે એક મહિલાએ તેમની દુકાને જઈ પોતાનું નામ આશા પાટીલ હોવાનું કહી ચાંદીના ઝાંઝર બતાવ્યાં હતા. ત્યારબાદ આશાએ ઝાંઝર મને પસંદ નથી, મારે રૂપિયાની જરૂર હોવાથી વેચવાના છે. જેથી આશા પાસે બિલ માગતાં તેણે સાંઈ જવેલર્સ બારડોલીનું બિલ આપ્યું હતું. જે બાદ નિમેષ રાવલે ઝાંઝરનું વજન કરી રૂ. 7,520 આશાને ચૂકવ્યા હતા. તે દરમિયાન જવેલર્સે ઝાંઝર ચેક કરતાં નકલી હોવાનું બહાર આવ્યું હતું.
બાપોદ પોલીસે CCTVના ફૂટેજ પરથી ચીટર પતિ-પત્નિને દબોચી લીધા
જે બાદ તેમણે સોનીઓના ગ્રુપમાં મેસેજ કરતાં તેમને જાણવા મળ્યું કે, તા.18 ડિસેમ્બરે પણ આજવા રોડના કૃપા ક્વેલર્સ તથા રેવા જવેલર્સમાં પણ ચાંદીના નામે ફેન્સી છડા આપી ઠગ મહિલા અને તેનો કહેવાતો પતિ રૂ.11,700 લઈ ગયા હતા. આ બનાવમાં બાપોદ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ કરી બાતમીદારની મદદથી ચીટર ઘનશ્યામ મધુકર સોની અને ગ્રીષ્મા ઉર્ફે આશા પ્રશાંત ચૌધરીને ઝડપી પાડ્યાં હતા.