ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના આજવારોડ પર રહેતા યુવકનો ગળેફાંસો ખાઇ આપધાત - વડોદરામાં આપઘાત

વડોદરા શહેરના આજવારોડ ખાતેના સયાજીપાર્ક વિસ્તારના એકતા નગર જુની મસ્જિદ પાછળના વિસ્તારમાં રહેતા એક ચોવીસ વર્ષીય નવિન ઉર્ફે રવિ લાલાભાઇ નાયક નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ઘરે ગળેફાંસો ખાઇ લેતાં ચકચાર મચી જવા પામી હતી.

vadodara
વડોદરા

By

Published : Sep 8, 2020, 8:28 AM IST

વડોદરા: શહેરના આજવારોડ ખાતેના સયાજીપાર્ક વિસ્તારના એકતા નગર જુની મસ્જિદ પાછળના વિસ્તારમાં રહેતા એક ચોવીસ વર્ષીય નવિન ઉર્ફે રવિ લાલાભાઇ નાયક નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ઘરે ગળેફાંસો ખાઇ લેતાં ચકચાર મચી જવા પામી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આપઘાત કરનાર યુવક બાટાના શો રૂમમાં નોકરી કરતો હતો. જે કોઈ અગમ્ય કારણોસર ઘરના મોભે કપડાં વડે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ મૃતકના ભાઇ મેહુલને કરવામાં આવતા તે ઘરે દોડી આવ્યો હતો, અને પોલીસને જાણ કરી હતી.

વડોદરાના આજવારોડ પર રહેતા યુવકનો ગળેફાંસો ખાઇ આપધાત

જેથી આ સમગ્ર ઘટનાને પગલે બાપોદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી મૃતકે લખેલ નોટમાં કેટલાક નામો સાથેનું લિસ્ટ કબ્જે કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે,ઉલ્લેખનીય છે કે, મૃતક પાસેથી એક સુસાઇટ નોટ મળી આવી છે. તે નોટમાં 22 જેટલા વ્યક્તિઓના નામ અને રહેઠાણના પુરાવા લખેલા છે. જેને લઈ પોલીસે આપઘાત કરવા પાછળના કારણો જાણવા તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details