ગુજરાત

gujarat

ETV Bharat / state

ખુદ હી સે મેૈંને ઈશ્ક કિયા રે... ક્ષમાએ પોતાની સાથે જ લગ્ન કર્યાં, દુલ્હા વગર લીધા ફેરા

ક્ષમા બિંદુ દેશની પહેલી એવી મહિલા છે કે જેણે (Kshama Bindu married to herself) આ પ્રકારે પોતાની સાથે જ લગ્ન કર્યા છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ક્ષમાના ઘર પર તેના લગ્ન યોજાયા હતા. આ લગ્ન લગભગ 40 મિનિટ સુધી ચાલ્યા હતા. જેમાં તેના પરિવાર અને મિત્રો જોડાયા હતા.

ખુદ હી સે મેૈંને ઈશ્ક કિયા રે... ક્ષમાએ પોતાની સાથે જ લગ્ન કર્યાં, દુલ્હા વગર લીધા ફેરા
ખુદ હી સે મેૈંને ઈશ્ક કિયા રે... ક્ષમાએ પોતાની સાથે જ લગ્ન કર્યાં, દુલ્હા વગર લીધા ફેરા

By

Published : Jun 9, 2022, 3:54 PM IST

વડોદરા:પોતાની સાથે જ લગ્નનુ એલાન (Kshama Bindu married to herself) કરીને 24 વર્ષીય ક્ષમા બિંદુ સોશિયલ મીડિયા પર પણ છવાઈ ગઈ છે. હવે ક્ષમા બિંદુએ બુધવારે 8 જૂને પોતાની માંગમાં પોતાના નામનુ જ સિંદૂર ભરી લીધુ છે. ક્ષમા બિંદુએ પહેલા 11 જૂને પોતાની સાથે લગ્ન કરવાનુ એલાન કર્યુ હતુ પરંતુ નક્કી તારીખના 3 દિવસ પહેલા જ પોતાની સાથે લગ્ન કરી લીધા. ક્ષમા બિંદુએ આ પગલુ એ દિવસે થનાર વિવાદથી બચવા માટે લીધુ છે.

પોતાની સાથે જ લગ્ન કર્યાં

આ પણ વાંચોઃપુરી દુનિયાથી લડી ક્ષમા બિંદુએ પોતાની જ ચલાવી, વિરોધીઓને આપ્યો મુતોડ જવાબ

બાદમાં તેણે નિર્ણય બદલ્યો -24 વર્ષની ક્ષમા બિંદુએ (Indians first self marriage )બુધવારે ગોત્રીમાં આવેલા પોતાના ઘરે 40 મિનિટની ડિજિટલ વિધિ સાથે લગ્ન કર્યા હતા. તેના મિત્રોએ ફૂલોનો વરસાદ કર્યો હતો. આ લગ્નમાં વરરાજા કે પૂજારી કોઈ નહોતુ. ક્ષમાએ જણાવ્યુ કે, 'અન્ય દુલ્હન કરતા મારા લગ્ન એકદમ અલગ હતા. મારે લગ્ન કરીને ઘર છોડવુ પડ્યુ નથી. ઉતાવળે કરેલા આ લગ્નના સમારંભમાં મારા 10 મિત્રોને જ આમંત્રણ આપ્યુ હતુ. સત્તાવાર રીતે મારા લગ્ન થઈ ગયા છે અને કદાચ હું ભારતની પહેલી મહિલા છુ જેણે આમ કર્યુ છે. લગ્ન પછી ક્ષમાએ કહ્યુ કે, 'હું ઘણી ખુશ છે, છેવટે મારા લગ્ન થઈ ગયા છે. ક્ષમાએ 11 જૂને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ બાદમાં તેણે નિર્ણય બદલ્યો હતો અને 8 જૂને જ લગ્ન કરી લીધા હતા.

આ પણ વાંચોઃSologamy Marriage: જાણો એવુતે શું બન્યુ કે, વડોદરાની ક્ષમા બિંદુએ લગ્નની તારીખ પહેલા જ લગ્ન કરી લીધા

લોકોએ તેના આ નિર્ણયને સાહસિક ગણાવ્યો -તમને જણાવી દઈએ કે પોતાની જાત સાથે લગ્ન કરનારી ક્ષમા બિંદુએ મહેંદી અને પીઠીની સેરેમની પણ કરી હતી. ક્ષમા કહે છે કે હું મંદિરમાં લગ્ન કરવા માંગતી હતી પરંતુ તેમ થઈ શક્યુ નહિ. કોઈ સમસ્યા ન થયા તે માટે મારે સ્થળ બદલવુ પડ્યુ. આ લગ્નમાં ક્ષમાએ પોતાની જાતને સારા જીવન માટે સાત વચનો પણ આપ્યા હતા. લગ્ન સમારંભમાં મહેમાનોએ ગીતો પર ડાંસ પણ કર્યો. ક્ષમાએ જ્યારે સોશિયલ મીડિયા પર લગ્ન વિશે જાહેરાત કરી ત્યારે તે ઘણી ટ્રોલ થઈ હતી. જ્યારે ઘણા લોકોએ તેના આ નિર્ણયને સાહસિક ગણાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details