ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં 12 વર્ષની માસુમ બાળકી સાથે મુંબઈ-દિલ્હીની યુવતીઓનો દેહ વ્યાપાર સામે આવ્યો - Vadodara news

વડોદરા(Vadodara)ના સંસ્કારી નગરીમાં ગઈકાલે શર્મશાર કિસ્સો સામે આવ્યો હતો. જેમા વાઘોડિયા રોડ(Waghodia Road) પરથી એક કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. જોકે હવે આ મામલે ચોંકાવનનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે.ત્યારે પોલીસ પણ 2 ઘડી વિચારમાં મુકાઈ ગઈ હતી. સાથે જ જે પણ ખુલાસાઓ સામે આવ્યા છે. તેને લઈને વડોદરામાં ચકચાર મચી જવા પામી છે.

વડોદરામાં 12 વર્ષની માસુમ બાળકી સાથે મુંબઈ-દિલ્હીની યુવતીઓનો દેહ વ્યાપાર સામે આવ્યો
વડોદરામાં 12 વર્ષની માસુમ બાળકી સાથે મુંબઈ-દિલ્હીની યુવતીઓનો દેહ વ્યાપાર સામે આવ્યો

By

Published : Oct 22, 2021, 9:03 PM IST

  • વડોદરા પાણીગેટ પોલીસ મથકની હદમાં ચાલતો હતો દેહ વ્યાપાર
  • સગીર વયની બાળકીઓ પાસે કરાવતા હતા દેહ વ્યાપાર
  • દિલ્હી અને મુંબઈથી આવી હતી યુવતીઓ

વડોદરાઃ વડોદરા(Vadodara)ના સંસ્કારી નગરીમાં ગઈકાલે શર્મશાર કિસ્સો સામે આવ્યો હતો. વડોદરાના વાઘોડિયા રોડ પરથી એક કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસના પર્દાફાશમાં દેહવ્યાપાર(Prostitution)કિસ્સો સામે આવ્યો હતો. સમ્રગ ધટનાની વાત કરીએ તો, એક 12 વર્ષની સગીરાએ મોટો ખુલાસો કર્યો છે. સગીરાએ સમગ્ર મામલે પોલીસ(Vadodara Police)ને એવી માહિતી આપી છે કે, તેના પિતાએ સુરતથી વડોદરા મોકલીને તેને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી. પોલીસ તપાસમાં થયેલા આ ચોંકાવનારા ખુલાસાને લઈને પોલીસ પણ 2 ઘડી વિચારમાં મુકાઈ ગઈ હતી. સાથે જ આ કેસમાં અન્ય કેટલી યુવતીઓ પણ છે. તેમાંની કેટલી યુવતીઓ મુંબઈ અને દિલ્હીની રહેવાસી હોવાનું સામે આવ્યું છે જે વડોદરામાં આવી હતી. ત્યાં આ બધી જ યુવતીઓ દેહ વ્યપારના ધંધામાં જોડાઈ હતી.

બાપે દીકરીને દેહ વ્યાપારમાં ધકેલી

સમગ્ર મામલે પોલીસે કુલ 4 દલાલોની ધરપકડ કરી છે. સાથે જ અન્ય બે આરોપી એવા છે કે જેઓ હાલ ફરાર છે. જેથી તેમને વોન્ટેડ(Wanted) જાહેર કરવામાં આવ્યા છે. જો કે, ગઈકાલે વાઘોડીયા રોડ પર આવેલ સનરાઈઝ કોમ્પ્લેક્ષમાં આ કુટણખાનું ચાલતું હતું. જે મામલે પોલીસે રેડ કરને પર્દાફાશ કર્યો હતો. જેમા સગીરાએ એવું જણાવ્યું છે કે તેના પિતાએજ તેને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, આ કેસમાં આરોપીઓ સગીર વયની બાળકીઓ પાસે દેહ વ્યાપાર કરવાતા હતા. જે મામલે એવી હકીકત સામે આવી કે 12 વર્ષની સગીરાને તો તેના પિતાએ જ દેહ વ્યાપારમાં ધકેલી દીધી હતી. જેથી આ મુદ્દે પોલીસ હવે તે સગીરાના પિતાને પણ ટૂંક સમયમાં ધરપકડ કરી શકે છે.

આ પણ વાંચોઃવડોદરા શહેરની હોટલમાં દેહ વ્યાપારનું રેકેટ ચલાવતા સંચાલક અને એજન્ટ ઝડપાયા

આ પણ વાંચોઃપૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનો પાર્થિવ દેહ પંચમહાભુતમાં વિલીન, દિકરાએ આપી મુખાગ્ની

ABOUT THE AUTHOR

...view details