વડોદરાશહેરમાં લક્ષ્મીવિલાસ પેલેસ (lakshmi vilas palace vadodara) ખાતે એકસાથે વિન્ટેજ અને હેરિટેજ કાર્સનો (Exhibition of Vintage Cars) જમાવડો જોવા મળ્યો હતો. આ કોઈ રેસ માટે નહતો, પરંતુ અહીં 6થી 8 જાન્યુઆરી સુધી 21 ગન સેલ્યુટ કોન્ફોર્સ ડી એલિગન્સનું આયોજન (21 Gun Salute Concours d Elegance) કરવામાં આવ્યું છે.
આ કાર્સ રેલી સ્વરૂપે SOU પહોંચશે આ સમયગાળા દરમિયાન લક્ષ્મીવિલાસ પેલેસમાં દેશવિદેશની એન્ટિક 25 કાર્સ, 120 વેટરન બાઈક અને મહારાજા કાર્સનું પ્રદર્શન કરવામાં (Exhibition of Vintage Cars) આવશે. આ કાર્સને વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી (Statue of Unity) સુધી ડ્રાઇવ કરીને રેલી સ્વરૂપે લઇ જવાશે. આ માટે વડોદરામાં ભૂતકાળમાં બરોડા સ્ટેટની માલિકીની રહી ચૂકેલી બેન્ટલી કાર તેમ જ અન્ય એક હેરિટેજ કાર આવી પહોંચી હતી, જેમાં વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ અને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે (maharaja samarjitsinh gaekwad) સવારી કરી હતી.