ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાઃ ઠગ ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયના ગેરકાયદેસર બાંધકામ તોડવા અંગે રૂકાવટ કરતા 3 અનુયાયીઓની અટકાયત - vadodara updates

વડોદરામાં ઠગ ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયના વાસણા રોડ પરના ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરતા ત્યાં હાજર મહિલા સહિત પુરૂષ અનુયાયીઓએ પાલિકાની ટીમને રોકવાનો પ્રયાસ કરતા પોલીસે એક મહિલા સહિત ત્રણની અટકાયત કરી હતી.

વડોદરા
વડોદરા

By

Published : Feb 26, 2020, 7:41 PM IST

વડોદરાઃ ભક્ત સાથે છેતરપીંડી કરનાર ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય પર એક પછી એક એક્શન લેવામાં આવી રહ્યા છે. પ્રશાંત ઉપાધ્યાયના વાસણા રોડ દયાનંદપાર્ક સોસાયટીમાં આવેલા મકાનનું બાંધકામ ગેરકાયદેસર હોવાની માહિતીના આધારે બુધવારે પાલિકાની ટીમો સ્થળ પર પહોંચી માર્જિન કરતા વધારાના બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

જોકે, આ કામગીરી સમયે ત્યાં હાજર અનુયાયીઓએ ટીમને રોકવાનો પ્રયાસ કરી હોબાળો મચાવતા પોલીસે મહિલા અનુયાયી સહિત ત્રણની અટકાયત કરી હતી. ભક્તોને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી નાણા પડાવતો ઠગ ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે. હવે તેની અનેક ગેરકાયદે જગ્યા સામે તંત્ર એક્શનમાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વાસણા રોડ પર દયાનંદપાર્ક સોસાયટીમાં ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયનું મકાન આવેલું છે. જ્યાં વર્ષ 2012થી બાંધકામ ચાલુ છે. જોકે, આ બાંધકામ ગેરકાયદેર હોવાનું પ્રકાશમાં આવતા વડોદરા મહાનગરપાલિકા એક્શનમાં આવી હતી.

વડોદરામાં ઠગ ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયના ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઇ

દયાનંદ પાર્કના મકાન નં-7 અને 8માં માર્જિન કરતા વધારાનું બાંધકામ તથા હાઈટેન્શન લાઈન નીચે થઈ રહેલા બાંધકામને આધાર બનાવી પાલિકાની ટાઉન પ્લાનીંગ વિભાગે પોલીસ અને દબાણશાખાની ટીમને સાથે રાખી ગેરકાયદેર બાંધકામ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ કામગીરી કરવા ત્યાં પહોચેલી દબાણશાખાની ટીમને મકાનમાં હાજર પ્રશાંત ઉપાધ્યાયના મહિલા સહિત અન્ય પુરૂષ અનુયાયીઓએ રોકતા એક સમયે પાલિકાની ટીમ અને પોલીસ સાથે અનુયાયીઓની શાબ્દીક બોલાચાલી થઈ હતી. જોકે પોલીસે દરમ્યાનગીરી કરી અવરોધ ઉભો કરી રહેલા ત્રણ અનુયાયીઓની અટકાયત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details