ગુજરાત

gujarat

ETV Bharat / state

ડભોઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, અનેક ગામ સંપર્ક વિહોણા - વડોદરા ન્યૂઝ

વડોદરાઃ જિલ્લાના અનેક તાલુકાઓમાં હજીએ મેઘરાજાની તોફાની ઈંનિગ ચાલી રહી છે. જેમાં ડભોઈ સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં અનેક ગામો સંપર્ક વિહોણા બનતા જિલ્લા સહિત રાજ્યનું તંત્ર દોડતું થયું છે.

heavy rain dabhoi

By

Published : Aug 4, 2019, 12:29 PM IST

વડોદરા શહેર જિલ્લામાં આગામી 36 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. ડભોઈમાં તેની સીધી અસર જોવા મળી છે. અહીં સતત મુશળધાર વરસાદ ચાલી રહ્યો છે. ગઈકાલ રાત્રિથી ચાલી રહેલા વરસાદને પગલે 10 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેમાં દંગીવાળા, નારાયણપુરાસ પર્યગપુરા, બંબોજ, વિરપુરા, કરાલીપુરા, કબીરપુરા, ગોવિંદપુરાસ અને અમરેશ્વર સંપર્ક વિહોણા થયાં છે.

ડભોઈમાં સાંબેલાધાર વરસાદ, અનેક ગામ સંપર્ક વિહોણા

ડભોઈના નીચાણવાળા તમામ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. મહુડી ભાગોળ, નાદોદી ભાગોળ, માછીવાળ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં છે. ડભોઈમાં સવારે 2 કલાકમાં જ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જિલ્લા તંત્ર સહિત રાજ્યનું તંત્ર સતત નજર રાખી લોકોને સુરક્ષા ઉપ્લબ્ધ કરાવી રહ્યું છે. તેમજ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાના પ્રયત્નો પણ હાથ ધરાયાં છે.

ABOUT THE AUTHOR

...view details