ગુજરાત

gujarat

ETV Bharat / state

અમિત ચાવડાએ લીધી વારસિયા સંજયનગર વિસ્થાપિતોની મુલાકાત, આપ્યું સમર્થન - Amit Chavda

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરા વારસિયા સંજયનગરની મુલાકાત લીધી હતી. સંજયનગર આવાસ યોજનામાં વ્યાપક કૌભાંડ અને ભાજપના મળતીયાઓને જમીન ખટાવી દેવાના આક્ષેપ સાથે તેમણે સંજયનગર વિસ્થાપિતોની લડતને સમર્થન વ્યક્ત કર્યું હતું. આવાસ યોજનાના નામે ગરીબો પાસેથી જમીન છીનવી બિલ્ડરોને નજીવા ભાવે જમીન આપી દઈ વડાપ્રધાનની યોજનાના નામે ગરીબોને છેતરવામાં આવે છે અને તેમને મકાન બાંધી આપવામાં નથી આવતાં કે તેમને ભાડું પણ ચૂકવવામાં ન આવતું હોવાનો આક્ષેપ વિસ્થાપિતો કરી રહ્યાં છે ત્યારે કોંગ્રેસનું સમર્થન તેમની લડતને બળ પુરું પાડશે.

અમિત ચાવડાએ લીધી વારસિયા સંજયનગર વિસ્થાપિતોની મુલાકાત, આપ્યું સમર્થન
અમિત ચાવડાએ લીધી વારસિયા સંજયનગર વિસ્થાપિતોની મુલાકાત, આપ્યું સમર્થન

By

Published : Jul 20, 2020, 2:13 PM IST

વડોદરાઃ વડોદરાના સંજયનગર આવાસ યોજનામાં વ્યાપિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કૌભાંડ વિરુદ્ધ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલના નેતૃત્વમાં શહેર કોંગ્રેસ દ્વારા વારંવાર આંદોલન કરવામાં આવે છે. આ લડતને વધુ બળ આપવા આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંજયનગરની મુલાકાત લીધી હતી. તેમની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, જિલ્લા પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, પ્રદેશના નેતા નિલેશ બ્રહ્મભટ્ટ, ગુણવંતસિંહ પરમાર, નરેન્દ્ર રાવત અને શહેર પ્રવક્તા અમિત ઘોટીકર પણ જોડાયાં હતાં.

અમિત ચાવડાએ લીધી વારસિયા સંજયનગર વિસ્થાપિતોની મુલાકાત, આપ્યું સમર્થન

આ દરમિયાન અમિત ચાવડાએ વિસ્થાપિતોને સંબોધન કરતા જણાવ્યું કે, વડોદરા કોર્પોરેશન દ્વારા 60 લાખ ફૂટ જગ્યા કોર્પોરેશને બિલ્ડરને નજીવા ભાવે આપી દીધી છે. નિયત મર્યાદામાં મકાન બાંધવાની જગ્યાએ ચાર વર્ષ સુધી બાંધી ન આપ્યાં અને ભાડું ચૂકવવામાં ધાંધિયા કરે છે.

ABOUT THE AUTHOR

...view details