ગુજરાત

gujarat

ETV Bharat / state

મોબાઈલ યુગમાં પણ 'લંગડી' રમતનું આગવું મહત્વ, નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગુજરાતની 4 ટીમ રવાના

મહારાષ્ટ્રના કલ્યાણ ખાતે નેશનલ લંગડી ચેમ્પિયન શિપ યોજાઈ રહી છે. આ ચેમ્પિયન શિપમાં ભાગ લેવા માટે ગુજરાતની ચાર ટીમો વડોદરાથી રવાના થઈ. વાંચો મોબાઈલ યુગમાં પણ આગવું મહત્વ ધરાવતી લંગડી રમત વિશે વિગતવાર

નેશનલ લંગડી ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગુજરાતની 4 ટીમ રવાના
નેશનલ લંગડી ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગુજરાતની 4 ટીમ રવાના

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2023, 10:57 AM IST

Updated : Nov 18, 2023, 11:13 AM IST

ગુજરાતમાંથી નેશનલ લંગડી ચેમ્પિયન શિપમાં ભાગ લેવા 4 ટીમ રવાના

વડોદરાઃ આજે દરેક બાળક મોબાઈલમાં પોતાનો મોટા ભાગનો સમય વ્યસ્ત રહે છે. તે શારીરિક અને માનસિક વિકાસ કરતી પરંપરાગત રમતોથી દૂર થતો જાય છે. જેમાં લંગડી, પકડદાવ, કુંડાળા, આંબલી પીપળી, થપ્પો, આઈસપાઈસ, ખોખો, કબડ્ડી વગેરેનો સમાવેશ થાય છે. આજના યુગમાં પણ 'લંગડી' રમતનું આગવું મહત્વ છે. મહારાષ્ટ્રના કલ્યાણમાં નેશનલ લંગડી ચેમ્પિયન શિપ યોજાનાર છે. આ ચેમ્પિયન શિપમાં ભાગ લેવા માટે ગુજરાતની 4 ટીમો વડોદરાથી મહારાષ્ટ્ર જવા રવાના થઈ છે.

નેશનલ લંગડી ચેમ્પિયન શિપઃ મહારાષ્ટ્રના મુંબઈ ખાતેના પરા કલ્યાણમાં નેશનલ લંગડી ચેમ્પિયન શિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધઆમાં સીનિયર લંગડી નેશનલ ગેમની 12મી તેમજ સબ જુનિયર લંગડી નેશનલ ગેમની 13મી સ્પર્ધા યોજાવાની છે. ગુજરાતમાંથી પણ ચાર ટીમ આ નેશનલ ચેમ્પિયન શિપમાં ભાગ લેવા રવાના થઈ છે. જેમાં કુલ 60 ખેલાડીઓનો સમાવેશ થાય છે. 19 તારીખે રમાનારા ફાઈનલ બાદ ગુજરાતની ટીમ પરત ફરશે.

ગુજરાતની ટીમ ફોર્મમાંઃ ગુજરાતની લંગડી ટીમ સતત ત્રણ વર્ષથી નેશનલ લંગડી ચેમ્પિયન શિપમાં મેડલ જીતતી આવી છે. આ વખતે પણ ચારેય ટીમના ખેલાડીઓ ઉત્સાહથી ભરેલા છે. વડાદરાથી ટ્રેનમાં મહારાષ્ટ્ર રવાના થતા સમયે તેઓ ફોર્મમાં જણાતા હતા. દરેક ખેલાડીઓને આ વર્ષે પણ મેડલ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ખેલાડીઓને તેમના કોચ દ્વારા સઘન પ્રશિક્ષણ પ્રાપ્ત થયું હોય અને તેમને ખૂબ પ્રેક્ટિસ કરી હોય તેવું લાગી રહ્યું હતું.

અમારા સાહેબે અમને ખૂબ જ મહેનત અને પ્રેક્ટિસ કરાવી છે. આ વર્ષે પણ અમે મેડલ જીતીને પરત ફરીશું તેવો અમને વિશ્વાસ છે. આ રમત શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે બહુ અગત્યની છે...ક્રિતીકા વાઘમારે(લંગડી રમતની ખેલાડી, વડોદરા)

  1. Kutch News: કચ્છની આશ્રયશાળામાં રમત-ગમતને કારણે નિરાધાર અને દિવ્યાંગ લોકોના સ્વાસ્થ્યમાં થયો સુધારો
  2. Porbandar News : પોરબંદર જિલ્લા રમત ગમત કચેરીમાં મહિલાઓનો મારામારીનો વિડીયો વાયરલ
Last Updated : Nov 18, 2023, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details