ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા કમાટી બાગ જોય ટ્રેઈન પણ મતદાતા જાગૃતિનું માધ્યમ બની - The Vadodara Kamati Bagh

ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન (gujarat assembly election 2022 second phase) માટે વડોદરા શહેર અને જિલ્લાના 15 લાખ નાગરિકોને 5 ડિસેમ્બરના રોજ મતદાન કરવા એસએમએસ મોકલાયા છે. મતદાન સવારે 8 થી સાંજના 5 કલાક સુધી યોજાશે, મતદારો સમયસર પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. કમાટી બાગ જોય ટ્રેઈન પણ મતદાતા જાગૃતિનું માધ્યમ બની હતી

વડોદરા કમાટી બાગ જોય ટ્રેઈન પણ મતદાતા જાગૃતિનું માધ્યમ બની
gujarat-assembly-election-second-phase-the-vadodara-kamati-bagh-joy-train-also-became-a-means-of-voter-awareness

By

Published : Dec 3, 2022, 5:33 PM IST

વડોદરા:વિધાનસભાની ચૂંટણીમાં (gujarat assembly election 2022 second phase) મહત્તમ મતદાન થાય એ માટે જિલ્લા પ્રશાસન દ્વારા ચાલી રહેલા જનજાગૃતિના વ્યાપક કાર્યક્રમ અન્વયે કમાટી બાગમાં બાળકો સાથે એમના વાલીઓને પણ આનંદ કરાવતી જોય ટ્રેઈન પણ મતદાતા જાગૃતિનું માધ્યમ બની(Joy train also became a means of voter awareness) છે. કમાટી બાગમાં(kamatibag of vadodara) આવેલી જોય ટ્રેનનો રોજબરોજ અનેક મુલાકાતીઓ લાભ લે છે. ખાસ કરીને વાલીઓ પોતાના બાળકો લઇને અહીં આનંદપ્રમોદ માટે આવે છે. ત્યારે, આ વાલીઓ પણ મતદાન કરવા માટે પ્રેરાય એ માટે આ જોય ટ્રેનમાં અવસર અભિયાનના પોસ્ટર (avsar abhiyan of election) લગાવવામાં આવ્યા છે. જે જોય ટ્રેનના ડબ્બામાં આ પોસ્ટર મૂકવામાં આવ્યા છે.

જોય ટ્રેનમાં અવસર અભિયાન:શહેરી વિસ્તારોના મતદારોની મતદાન કરવા પ્રત્યેની ઉદાસીનતા દૂર કરવા માટે સતત પ્રયત્ન કરી રહેલા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાનની હારમાળા અંતર્ગત ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવા માટે શહેરના ઇનઓરબીટ મોલ ખાતે વીઆઇઇઆર સંસ્થાના છાત્રો દ્વારા ફ્લેશ મોબનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. છાત્રોની ટૂકડી દ્વારા સાવ અચાનક જ નૃત્ય કરી ત્યાં શોપિંગ કરવા માટે આવેલા મતદારોને મતદાન કરવા માટે પ્રેર્યા હતા. વડોદરાના મતદારો આગામી 5 ડિસેમ્બરના રોજ સવારે 8થી 5 વાગ્યા દરમિયાન મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. મતદાર જાગૃતિની આ જોય ટ્રેઇનને અવસર અભિયાનના નોડલ અધિકારી ડો. બી. એસ. પ્રજાપતિએ ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.

5 ડિસેમ્બરના રોજ મતદાન:જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં યોજનારી વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય એ માટે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ), એરટેલ અને વી કંપનીના સીમકાર્ડ ધારકોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એ. બી. ગોરના નામજોગ મારો મત મારો અધિકાર 5 મી ડિસેમ્બરના રોજ મતદાન કરવાનું ભૂલશો નહીંના સંદેશાઓ એસએમએસ દ્વારા મોકલવામાં આવ્યા છે. આવા 15 લાખ ગ્રાહકોને તબક્કાવાર મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. જેનાથી દસેય વિધાનસભાના બેઠકના તમામ મતદારોને મતદાન કરવા માટેની પ્રેરણા આપવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details