વડોદરાગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જાહેર થતાં જ ઉમેદવારોપોત પોતાની દાવેદારી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરની પાંચ વિધાનસભા (Vadodara assembly seat) બેઠક પૈકી રાવપુરા વિધાનસભા બેઠક ખુબજ મહત્વની સાબિત થઈ છે. કારણ કે આ બેઠક પર સતત ભાજપ ભગવો લહેરાઈ રહ્યો છે. આ બેઠક પર પૂર્વ પ્રધાન યોગેશ પટેલ ચાર ટર્મ તો હાલના રાજ્યસરકારમાં કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી બે ટર્મથી જીતતા આવ્યા છે. આ બેઠક પર ભાજપે પ્રધાનની ટિકિટ કાપી પૂર્વ સાંસદ અને પૂર્વ મેયર બાલકૃષ્ણ શુક્લને ટિકિટ આપી નવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે. ત્યારે આજે કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની ઓફિસે બાલકૃષ્ણ શુકલા અને રાજેન્દ્ર ત્રિવેદી સહિત કોર્પોરેટર અને કાર્યકર્તાઓ આ બેઠકને વધુ મારજીનથી કઈ રીતે જીતવી તેને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.
નામ બદલાયું નિશાન એક આ અંગે રાજ્ય સરકારના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કેઉમેદવાર નવા છે. પણ પાર્ટીના 40 વર્ષ જુના કાર્યકર્તા છે. પાર્ટીમાં વ્યવસ્થાના ભાગ રૂપે એક જવાબદારી હોય છે. તેના ભાગ રૂપે હોવી બાલકૃષ્ણ શુક્લને સોંપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા રાષ્ટ્રીય નીતિથી ચાલતી પાર્ટી છે. ગુજરાતમાં પ્રથમ વાર કાર્યકર્તાઓની બેઠક આજે મારી ઓફિસે મળી રહી છે. તમામ કાર્યકર્તાઓ એક સાથે મળી સમગ્ર વડોદરાની અંદર સૌથી વધુ મતોથી જીત મળે તે પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.