એમ.એસ.યુનિવર્સીટી વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસ અને કોમ્પ્યુટર સાયન્સ વિભાગના હેડ અપૂર્વ શાહે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આગામી બે મહિનામાં યુનિવર્સિટીને સુપર કોમ્પ્યુટર પુરુ પાડવામાં આવશે. જોકે આ કોમ્પ્યુટર કયા પ્રકારનુ હશે તેની જાણકારી અમને આપવામાં આવી નથી પણ એટલુ કહી શકાય કે સરેરાશ કોમ્પ્યુટર કરતા આ કોમ્પ્યુટર ૩૦ ગણું વધારે શક્તિશાળી હશે.
આનંદો....વડોદરા MSUને ગુજરાત સરકાર આપશે સુપર કોમ્પ્યુટર - Vadodara
વડોદરા: એમ.એસ.યુનિવર્સીટીની ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા ગુજરાત સરકારની સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી સમક્ષ સુપર કોમ્પ્યુટરની સુવિધાની માંગણી કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા એમ.એસ.યુનિવર્સીટીને સુપર કોમ્યયુટર આપવામાં આવશે.
સ્પોટ ફોટો
સરકારે સુપર કોમ્પ્યુટર આપવા માટે ચાર શૈક્ષણિક સંસ્થાઓ પર પસંદગી ઉતારી છે. તેમાંથી એક એમ.એસ.યુનિવર્સિટી છે. આ કોમ્પ્યુટર રાખવા માટે એક વિશેષ રુમ પણ તૈયાર કરવામાં આવશે. કોમ્પ્યુટર સાયન્સ વિભાગ આ કોમ્પ્યુટરનુ સંચાલન અને દેખરેખની જવાબદારી સંભાળશે. એમ.એસ.યુનિવર્સીટીને મળનાર સુપર કોમ્પ્યુટરથી માસ્ટર્સના વિદ્યાર્થીઓને સુપર કોમ્પ્યુટરના કારણે પ્રોજેક્ટસ કરવામાં મદદ મળશે.