વડોદરા: ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા વડોદરા શહેર જિલ્લાની દશ વિધાનસભા બેઠકોના ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ભારતીય મહેસૂલી સેવાના વિવિધ રાજ્યોમાં કાર્યરત 4 વરિષ્ઠ અધિકારીઓની નિયુક્તિ કરી છે અને તેમને વિવિધ બેઠકોના ખર્ચ નિરીક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતના નિર્વાચન આયોગે વિધાનસભા બેઠકોના પ્રત્યેક ઉમેદવાર માટે રૂપિયા ૪૦ લાખના મહત્તમ ચૂંટણી ખર્ચની સીમા બાંધી (Limit on election expenditure) છે. તેના અનુસંધાને આ ખર્ચ નિરીક્ષણની કામગીરી કરવામાં આવે છે.
ચૂંટણી ખર્ચ નિરીક્ષકોએ પ્રાદેશિક માહિતી કચેરીમાં MCMCની કામગીરીનું કર્યું નિરીક્ષણ - Limit on election expenditure
ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા વડોદરા શહેર જિલ્લાની દશ વિધાનસભા બેઠકોના ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ (Limit on election expenditure) પર દેખરેખ રાખવા માટે ભારતીય મહેસૂલી સેવાના વિવિધ રાજ્યોમાં કાર્યરત 4 વરિષ્ઠ અધિકારીઓની નિયુક્તિ કરી છે અને તેમને વિવિધ બેઠકોના ખર્ચ નિરીક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે.
નિરીક્ષણ કરવાની જવાબદારી આપી:ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા શહેર જિલ્લામાં દસ બેઠકો માટે ચૂંટણી નિરીક્ષકોની નિમણુંક કરી છે. જેમાં અરુણકુમાર યાદવ ૧૩૫ - સાવલી અને ૧૩૬ - વાઘોડિયા, શ્રીમતી દીપના ગોકુલરામ ૧૪૧ - વડોદરા (શહેર), ૧૪૨ - સયાજીગંજ, ૧૪૪ - રાવપુરા, શ્રીમતી પ્રિયા પારીખ ૧૪૩ - અકોટા, ૧૪૬ - પાદરા અને શ્રી એમ.કે.દાસને ૧૪૦ - ડભોઈ, ૧૪૫ - માંજલપુર તથા ૧૪૭ - કરજણ વિધાનસભા બેઠકની ચૂંટણી ખર્ચ ઉપર નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
કામગીરીની વિગતો આપી: ચૂંટણી ખર્ચ નિરીક્ષકોએ આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ.એમ.સોલંકીએ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઊભા કરવામાં આવેલા માધ્યમ પ્રમાણીકરણ અને દેખરેખ કક્ષની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સંયુક્ત માહિતી નિયામક અને MCMC સમિતિના સભ્ય સચિ. આર.આર.રાઠોડે કામગીરીની વિગતો આપી હતી.