વડોદરા: ડભોઈમાં ગઢભવાની દભૉવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ ડભોઇ એ.પી.એમ.સી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા)ના પ્રમુખ સ્થાને અને માર્ગદર્શન હેઠળ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રીની નવલી રાત્રીએ ખેલૈયાઓમા રંગ લાવવા માટે આઠમના દિવસે તિરંગા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ખલૈયાઓની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ગાયક કલાકારો દ્વારા ગરબાના તાલે ગરબાની જોરદાર રમઝટ બોલાવતાં ખેલૈયાઓ ઝૂમ્યા હતા.
Navratri 2023: નવરાત્રિની આઠમે ગરબા ગ્રાઉન્ડ તિરંગાના રંગોથી છવાયું -
વડોદરાના ડભોઈમાં નવરાત્રીના આઠમના દિવસે તિરંગા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર એ.પી.એમ.સી ગ્રાઉન્ડ તિરંગાના રંગોથી છવાઈ જતાં દેશભકિતનો માહોલ સર્જાયો હતો.
Published : Oct 23, 2023, 3:19 PM IST
|Updated : Oct 23, 2023, 3:29 PM IST
ગરબા ગ્રાઉન્ડ તિરંગાથી છવાયું:મા ગઢભવાની કલ્ચરલ ગ્રુપના પ્રમુખ અને ડભોઇ - દભૉવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા( સોટ્ટા) દ્વારા ખેલૈયાઓને આઠમની રાત્રે તિરંગાની આનબાન શાન વધારવા માટે તિરંગાના ટ્રેડિશનલ ડ્રેસ સાથે ખેલૈયાઓને તૈયાર થઈ ગરબે ઘૂમવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેનું ખેલૈયાઓએ પાલન કરતાં સમગ્ર એ.પી.એમ.સી ગ્રાઉન્ડ તિરંગાના રંગોથી છવાઈ ગયું હતું અને આબેહૂબ દ્રશ્યો સર્જાયા હતાં.
મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડયાં: આજે તિરંગા ડ્રેડિશનલ ડ્રેસમાં ગરબા યોજાતાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડયાં હતાં. ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતાં. નાનાં બાળકોથી માંડી મોટાંઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતાં. ઉપસ્થિત મહેમાનો અને ખેલૈયાઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રગીતનું ગાન પણ કરવામાં આવ્યું હતું. તિરંગાના આન, બાન, શાન વઘે તેવા પ્રયત્નો કરાયા હતાં. આમ, ડભોઈ - દર્ભાવતિ નગરીમાં નવરાત્રીમાં ગરબા ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.