વડોદરા શહેરમાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપના( Ganesh Chaturthi 2022)કરવામાં આવી છે. શહેરના દક્ષિણ ફળિયા યુવક મંડળ દ્વારા ન્યૂઝ પેપરમાંથી ગણેશજી અને ગણેશ પંડાલ( Eco friendly Ganesha idol )તૈયાર કરવામાં આવ્યું છે. આ મંડળ દ્વારા 180 કિલો પેપરનો વપરાશ( Ganesh Idol made by paper)કરવામાં આવ્યો છે. સાથે 10 લીટર જેટલો વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સંપૂર્ણ ડેકોરેશન તૈયાર કરવા માટે 80 દિવસથી વધુ સમય લાગ્યો છે અને 12 જેટલા યુવાઓની મહેનત લાગેલી છે. આ ઇકો ફ્રેન્ડલી (Eco friendly)ગણેશજી શહેરમાં એક નવું આકર્ષણ જમાવ્યું છે. આ મંડળનો મુખ્ય ઉદ્દેશ વેસ્ટ ફૂડ થીમ તેમજ પર્યાવરણનું જતન થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અન્ન જ ઈશ્વર છે, બગાડ કરવો પાપઆ યુવક મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર આધારિત ઇકો ફ્રેન્ડલી ગણેશજી (Vadodara Eco friendly Ganesh idol )બનાવવામાં આવે છે. આ વર્ષે વેસ્ટ ફૂડ થીમ આધારિત કોન્સેપ્ટ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ કિસાન પોતાના ખેતરમાં ખેતી કરી અન્ન ઉગાડે છે. આ અન્નને કિસાન દ્વારા અનાજ બજારમાં મોકલવામાં( Ganesh idol)આવે છે. ત્યારબાદ આ અન્ન વિવિધ સ્ટોર પર ઉપલબ્ધ થઈ લોકો ખરીદી કરે છે સાથે આ અન્ન માંથી વિવિધ ભોજનની ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. અને ત્યાર બાદ અન્નનો બગાડ થતો હોય તેવી થીમ બતાવવામાં આવી છે. જેથી ઉત્સવ સાથે અન્નનો બગાડ ન કરવો જોઈએ અને જરૂરિયાત લોકો સુધી ભોજન પહોચે તેવો ઉદેશ્ય સાર્થક કરવાનો પ્રયાસ કરાયો છે.
આ પણ વાંચોઆ દાદા સતત ત્રણ પેઢીથી બનાવે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિની અવનવી મૂર્તિ