વડોદરા : વડોદરા શહેર પોલીસ પ્રોહિબિશન સાથે સંકળાયેલ અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે વડોદરા શહેર (Vadodara Crime News) પોલીસ સતર્ક બની છે. વડોદરા શહેર PCB દ્વારા સતત યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેર PCBને બાતમી હતી કે, શહેરના ગોલ્ડન ટોલનાકા પાસેથી આઇસર ટ્રકમાં ફર્નિચરની આડમાં ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો લઈ જવાઈ રહ્યો છે. જેને લઈને વોચ ગોઠવી MPથી લાવતો 12.66 લાખનો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. (Golden Toll Naka Liquor truck seized)
આ પણ વાંચોભુજ એ ડિવિઝન ક્રાઈમ બ્રાન્ચે દારૂ સાથે એકને ઝડપી પાડયો
PCBની સરાહનીય કામગીરીવડોદરા શહેર અને શહેરમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે PCBએ લાલ આંખ કરી છે. પ્રોહિબિશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી થઈ રહી છે, ત્યારે શહેર PCBને બાતમી હતી કે, એક બંધ બોડીની આઇસર ટ્રકમાં જુના ફર્નિચરની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને MPથી ટ્રક રવાના થયેલો છે અને ગોધરા હાલોલ થઈ વડોદરા બાયપાસ થઈ આણંદ તરફ જનાર છે. જે હકીકતના આધારેગોલ્ડન ટોલનાકા ખાતે વોચ ગોઠવી માહિતી મુજબ વાહનમાં ભરેલ ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થા સહિત બે શખ્સોને ઝડપી પાડી હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટ્રેશન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે. સાથે એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. (Liquor seized under furniture in Vadodara)
આ પણ વાંચોદારુએ ભૂલાવ્યું ભાન: છોટા ઉદેપુરમાં દારૂ માટે પૈસાની ના પાડતાં કરી હત્યા
ઝડપાયેલા શખ્સ સહિત મુદ્દામાલPCB દ્વારા ઝડપી પડાયો બે શખ્સોમાં સુખબીર ઉર્ફે બંટી બલવીરસિંહ ધાનક (રાજસ્થાન), સંદીપકુમાર મહેન્દ્રસિંગ ધાનક (રાજસ્થાન) સાથે જ રાજવીરસિંહને (રહે ગુડગાવ) વોન્ટેડ આરોપી જાહેર (Liquor truck seized in Vadodara) કરાયો છે. PCB દ્વારા ટ્રકમાં ભરેલા ઇંગ્લિશ દારૂ 750 એમેલની બોટલ નંગ 2,532 કિંમત રૂપિયા 12,66,000 સાથે ટ્રક ,મોબાઈલ ,રોકડ સહિત કુલ કિંમત રૂપિયા 17,83,170 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે બે ઝડપી પાડી હરણી પોલીસ સ્ટેશનમાં મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. (English liquor seized in Vadodara)