ગુજરાત

gujarat

ETV Bharat / state

નેતાઓને પણ ફોર્ડ કોલ, શાકભાજી વેચનારાએ વડોદરાના નેતાઓ પાસે માગ્યા ચૂંટણીની ટિકિટના પૈસા

નેતાઓને પણ હવે ચૂંટણીની ટિકિટને લઇને ફોર્ડ કોલ આવવા લાગ્યા છે. વડોદરામાં એક શખ્સએ વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) ટિકિટ માટે રૂપિયાની માંગણી કરી હતી અને કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને સત્યજીસિંહ ગાયકવાડને રાહુલ ગાંધીના પીએના નામે ફોન કરાયો હતો.

By

Published : Nov 21, 2022, 12:15 PM IST

નેતાઓને પણ ફોર્ડ કોલ, શાકભાજી વેચનારાએ વડોદરાના નેતાઓ પાસે માગ્યા ચૂંટણીની ટિકિટના પૈસાEtv Bharat
નેતાઓને પણ ફોર્ડ કોલ, શાકભાજી વેચનારાએ વડોદરાના નેતાઓ પાસે માગ્યા ચૂંટણીની ટિકિટના પૈસા

વડોદરાગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ રાજકીય પક્ષોદ્વારા ફાળવવામાં આવતી ટિકિટને લઈ વડોદરામાં કોંગ્રેસના નેતા (Vadodara Congress leaders) ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને સત્યજીસિંહ ગાયકવાડને રાહુલ ગાંધીના પીએના નામે ફોન કરવામાં આવ્યો હતો. આ કોલમાં શખ્સએ વિધાનસભાની ચૂંટણીની ટિકિટ માટે રૂપિયાની માંગણી કરી હતી. આ શખ્સને વડોદરાની સાયબર ક્રાઇમની (Vadodara Cyber Crime) ટીમે પંજાબના અમૃતસરથી ઝડપી પાડ્યો છે. આ શખ્સની તપાસકરતા પોલીસને જાણકારી મળી છે કે આ આરોપી NDPSના કેસમાં સંડોવાયેલો છે.

અમૃતસરમાં ટેકનિકલ સોર્સવડોદરા સાયબર ક્રાઇમને ટેકનિકલ (Vadodara Cyber Crime) સોર્સથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કોંગ્રેસના નેતા સત્યજીસિંહ ગાયકવાડને ફોન કરી રૂપિયાની માંગણી કરનાર શખ્સનું લોકેશન પંજાબના અમૃતસરનું આવે છે. જેથી આરોપીને ઝડપી લેવા માટે પોલીસની એક ટીમ અમૃતસર પંજાબ પહોંચી હતી. અમૃતસરમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વોચ ગોઠવી આરોપી રજતકુમાર પ્રવેશકુમાર મદાનને ઝડપી લીધો હતો. આરોપી રજતકુમાર મદાન મૂળ હરીયાણાના સીરસા જીલ્લાના ડબવાલીનો રહેવાસી છે.

રીઢો ગુનેગાર પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે રજતે ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરાવવા માટે બીજા પણ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેના બદલામાં કમિશન પેટે પૈસા મળતા હતા. આ બેંક એકાઉન્ટ ખોલીને સહ આરોપી ગૌરવ શર્માને આપતો હતો. આ અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીના પીએના નામે રૂપિયાની માંગણી કરરના રજત રીઢો ગુનેગાર છે. તે અગાઉ ઓગસ્ટ 2019માં અમૃતસરના રંજીત એવન્યુ પોલીસ સ્ટેશન અને વર્ષ 2021માં લુધિયાણાના દેહલોન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ NDPSના ગુનામાં પકડાયો હતો.

ABOUT THE AUTHOR

...view details