વડોદરાશહેરની એમ. એસ. યુનિવર્સિટી ખાતે (MS University Vadodara) ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ ધરણા પ્રદર્શન (Girls Hostel Students protest in MS University) કર્યું હતું. હોસ્ટેલના સમય, લાઈબ્રેરી, સફાઈ અને અન્ય માગણીઓને (Demand of Girls Hostel MS University ) લઈને તેમણે ચીફ વોર્ડનની ઑફિસ સામે બાંયો ચડાવી હતી. તે દરમિયાન વિદ્યાર્થીઓ અને વિજિલન્સ (MS University vigilance) વચ્ચે ઘર્ષણ થયું હતું. તે વખતે વિજિલન્સ સાથે ધક્કામુક્કી થતાં એક વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે લઈ જવાયો હતો.
વિવિધ સંગઠનો દ્વારા રજૂઆતશિક્ષણ માટે પ્રખ્યાત વડોદરાની એમએસ યુનિવર્સિટી છેલ્લા ઘણા (MS University Vadodara) સમયથી તેના વિવાદોને કારણે ચર્ચામાં છે. આ યુનિવર્સિટીમાં આજે વિદ્યાર્થી સંગઠનો VVS, AGSU, AISA ગૃપ દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં આવવાનો સમય 9 વાગ્યાથી વધારી 11 વાગ્યા સુધી કરવા, 24 કલાક લાઇબ્રેરી ખુલ્લી રાખવા તેમ જ ગર્લ્સ હોસ્ટેલમાં સફાઈને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયોવિદ્યાર્થી સંગઠનો જ્યારે તેમના મુદ્દાઓને લઈને હોસ્ટેલના ચીફ વોર્ડન ડોક્ટર વિજય પરમારની ઓફિસ (MS University Vadodara) ખાતે પહોંચ્યા હતા. ત્યારે ત્યાં મોટી સંખ્યામાં વિજિલન્સ તેમ જ પોલીસનો સ્ટાફ પણ હાજર હતો. તે દરમિયાન વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના (MS University vigilance) વિજિલન્સ સ્ટાફ (MS University vigilance) વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણ સર્જાયું હતું, જેથી એક વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો અને તેને એમ્બુલન્સ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલ (SSG Hospital Vadodara) ખાતે ખસેડવામાં આવ્યો હતો.