વડોદરાઃ આગના ધૂમાડા બે કિ.મી. દૂર સુધી દેખાયા હતા. ડભોઇ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ ડભોઇના સરીતા ક્રોસિંગ પાસે આવેલા રેલવેના વર્કશોપમાં હાલ કેવડીયા લાઇનને બ્રોડગેજ રૂપાંતરીત કરવામાં આવી રહ્યું છે.
વડોદરાના ડભોઇ ખાતે રેલવેના વર્કશોપમાં ભીષણ આગ - વડોદરામાં આગ
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે રેલવેના વર્કશોપમાં પડેલા કેબલમાં આજે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.
જેમાં નવી લાઇનના ઓપ્ટીકલ વાયરો વર્કશોપમાં કોન્ટ્રાકટરે મૂકી રાખ્યા હતા. જેમાં આજે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. ધુમાડાના ગોટે ગોટા બે કિ.મી. સુધી દેખાયા હતા. જેથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જેથી ડભોઇ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા આગની ઘટનાને પગલે રેલવે તંત્ર, નાયબ કલેક્ટર હિમાંશું પરીખ, મામલતદર જે.એન.પટેલ, ડી.વાય.એસ.પી. કે.વી. સોલંકી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.