ગુજરાત

gujarat

By

Published : Feb 6, 2020, 4:35 PM IST

ETV Bharat / state

વડોદરા મનપા દ્વારા જરૂરીયાત મંદોને આર્થિક સહાયના ચેક વિતરણ કરાયાં

વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 9 વર્ષમાં જરૂરીયાત મંદ લોકોને આર્થિક સહાય આપવામાં આવે છે. વાર્ષિક આવક રૂપિયા 75 હજારથી વધુ હોય તો 25 હજાર અને અને ઓછી હોય તો 50 હજારની સહાય પાલિકા દ્વારા આપવામા આવી હતી.

aa
વડોદરાઃ મહાનગરપાલિકા દ્વારા જરૂરીયાત મંદ 3 લોકોને આર્થિક સહાયના ચેક વિતરણ કરાયાં

વડોદરાઃ પાલિકાના સ્થાયી સમિતિ સભા ખંડમાં મેયર ડૉ,જીગીષાબેન શેઠના હસ્તે,વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ, તેમજ કાઉન્સિલરોની હાજરીમાં હ્રદયની શસ્ત્રક્રિયા કરાવનાર 3 મળી 2 શહેરીજનોને 25 હજારની આર્થિક સહાય અને 1ને 50 હજાર મળીને કુલ 1 લાખની આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડોદરાઃ મહાનગરપાલિકા દ્વારા જરૂરીયાત મંદ 3 લોકોને આર્થિક સહાયના ચેક વિતરણ કરાયાં

બીજી તરફ હર હમેશ પાલિકા તંત્ર સામે આક્રમક વલણ અપનાવનાર પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે વધુ એક વખત નગરજનોના વિવિધ પ્રશ્નોના નિવારણ અંગે પાલિકા તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા.


ABOUT THE AUTHOR

...view details