- વડોદરામાં પિતા-પુત્રએ રેલવે સ્ટેશન પહોંચીને જીવનનું અંતિમ પગલું ભર્યું
- પિતાપુત્રના આપઘાત કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી
- પુત્ર માનસિક બીમારીથી પીડિત હતો તેવું જાણવા મળ્યું
વડોદરાઃ વડોદરા(Vadodara) શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણ પુરી સોસાયટીમાં દિલીપભાઈ વિમલભાઈ દલાલ (ઉં- 70), પૂત્ર રસેશભાઈ દિલીપભાઈ દલાલ (ઉં- 43) પત્ની સાથે રહેતા હતા. દિલીપભાઇ પ્લાસ્ટીકની ફેક્ટરીના માલિક હતા. મોડી રાત્રે પિતા પુત્ર રીક્ષામાં બેસીને મકરપુરા રેલવે સ્ટેશન(Makarpura railway station) પહોંચ્યા હતા. જ્યાં ભાવનગર એક્સપ્રેસ નીચે બંનેએ શરીર પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે રેલવે પોલીસને જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે ઘટના સ્થળે આવી ટ્રેન નીચે આવી જતા પિતાપુત્રની વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે પિતાપુત્રના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. તેમજ બનાવ અંગે ફેક્ટરી માલિક દિલીપભાઈના પત્નીને જાણ કરી હતી.
આર્થિક બાબત પિતા-પુત્રનો કાળ બન્યો