તેમણે દર્શન હોટલ ખાતે ઘટનાની જગ્યાનું નિરીક્ષણ કર્યું અને વડોદરા સર્કિટ હાઉસ ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને ઘટનાના સંજોગોની સમીક્ષા કરવાની સાથે આવી ઘટનાઓ ટાળવાની યોગ્ય સાવચેતી લેવા સુચનો કરવામાં આવ્યા હતા.
ખાળકૂવા દુર્ધટનામાં મૃતકોના પરિવારોને CM રાહત ભંડોળમાંથી સહાયની ચૂકવણી કરવામાં આવી - National Safai Kamikari Commission
વડોદરાઃ રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષ મનહરભાઇ ઝાલા તથા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સદસ્ય કે. રામુલુ બુધવારના રોજ વડોદરા જિલ્લાના થુવાવી ગામે જીવલેણ ખાળકૂવા દુર્ધટનાના મૃતકોના પરિવારજનોને મળ્યા હતા. મૃતકોને શ્રધ્ધાંજલિ આપવાની સાથે તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.
આ ઘટનામાં પ્રત્યેક મૃતકના પરિવારોને મુખ્યપ્રધાન રાહત નીધિમાંથી રૂપિયા 4 લાખનો અને ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમની યોજના હેઠળ રૂપિયા 2 લાખનો ચેક, SC, ST અત્યાચાર નિવારણ કાયદાની જોગવાઇ પ્રમાણે મળવાપાત્ર રૂપિયા 8.25 લાખની અકસ્માત મૃત્યુ સહાય પૈકી 6 મૃતકોના પરિવારોને FRIના પ્રથમ તબક્કે મળવાપાત્ર રૂપિયા 4,12,500ની સહાયતાના ચેકનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત SCના 3 મૃતકોના પરિવારોને પ્રત્યેકને 5 હજારની અંત્યેષ્ટી સહાય ચૂકવવામાં આવી હતી. બન્ને આયોગના પદાધિકારીઓએ સફાઇ કામદારોને ગમે તેટલા નાણાંની લાલચ આપવામાં આવે તો પણ ખાળકૂવા કે ડ્રેનેજની સફાઇ જીવન રક્ષાના યોગ્ય સાધનો વગર ન કરવા ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, સુરક્ષાના સાધનો વગર કોઇ આ પ્રકારનું કામ કરવાની ફરજ પાડે તો આયોગને અથવા સત્તાતંત્રને ફરિયાદ કરવા જણાવ્યું હતું.