ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ડાંગર અને દિવેલાના પાકને વ્યાપક નુકસાન - Narmada project leakage in addition to Vadodara subsoil rainfall

વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામની સીમના ખેતરમાં કમોસમી વરસાદ ઉપરાંત નર્મદા યોજનાની માઇનોર કેનાલ લીકેજના પાણી ભરાઈ જવાથી ડાંગર અને દિવેલાના પાકને વ્યાપક નુકસાન થયુ હતું.

ડાંગર અને દિવેલાના પાકને વ્યાપક નુકસાન

By

Published : Nov 17, 2019, 4:37 PM IST

Updated : Nov 17, 2019, 11:16 PM IST

સાવલી પાસેના ગોઠડા ગામની સીમમાં ખેતરમાં બીનજરૂરી પાણી ભરાઈ જતાં ડાંગર (ચોખા)અને કપાસના પાકને ભારે નુકસાન થયુ હતું. જગતના તાત કહેવાતા ખેડૂતે વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે કુદરતી આફત, વારંવાર કમોસમી વરસાદ તથા માઇનોર કેનાલના કુવામાંથી લીકેજના પાણી ખેતરમાં ફરી વળતા તૈયાર મહામૂલો પાક ખોવાનો વારો આવ્યો છે. આ બાબતે નર્મદાના અધિકારીને લેખિતમાં જાણ કરાઈ હોવા છતાં કંઈ પણ કાર્યવાહી નથી થઈ હોવાનું જણાવ્યું હતું. પડતાં પર પાટું ગ્રામીણ કહેવતને સાર્થક કરતાં નર્મદાના નીરના આયોજન વગરના વહીવટના કારણે મહા મહેનતનો તૈયાર પાક ખોવાનો વારો આવ્યો છે.

વડોદરામાં ડાંગર અને દિવેલાના પાકને વ્યાપક નુકસાન
Last Updated : Nov 17, 2019, 11:16 PM IST

ABOUT THE AUTHOR

...view details