આ વિસ્તારના રહીશો દ્વારા છેલ્લા બે વર્ષથી અકોટાના ધારાસભ્ય સીમા મોહિલે તેમજ શહેરના સાંસદ પાંચ વર્ષથી ખોવાયેલા છે, આ પ્રકારનું લખાણ બેનરોમાં લખવામાં આવ્યું હતું. જોકે થોડા સમય પહેલા શહેરના નિઝામપુરા વિસ્તારમાં પણ લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનર્સ લગાવવામાં આવ્યા હતા.
વડોદરામાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર્સ, સ્થાનિકોનો વિરોધ - local people
વડોદરા: હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે, ત્યારે છેવાડાના ગણાતા વિસ્તારમાં વિકાસના નામે મીંડું હોવાના આક્ષેપો પ્રજા દ્વારા કરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનર્સ લગાડીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
ફાઈલ ફોટો
ત્યારે ફરી એકવાર આ પ્રકારના બેનર્સથી લોકો ચૂંટણીને લઈને વિરોધ દર્શાવી રહ્યાં છે. આ સાથે બેનર્સમાં વિકાસ તો તમારો થયો અમારા તો ઘરના વિનાશ થયાનો આક્રોશ સાથેના લખાણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ચૂંટાયા બાદ વિસ્તારમાં કોઈ નેતા આવ્યાનહી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ વિશ્વામિત્રી બ્રિજવાળા રોડ પર તેમજ વસાહતોના આતંરિક રસ્તા પર ચૂંટણી બહિષ્કારના બેનર્સ અલગ-અલગ જોવા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.