ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારે વરસાદને પગલે રેલવે વ્યવહાર ખોરવાયો,વલસાડ સ્ટેશને ટ્રેન પર ટ્રેન રદ્દ થતા મુસાફરો થયા પરેશાન - વલસાડ સ્ટેશને

વલસાડ: શહેરમાં પડેલા વરસાદને પગલે રેલવે ટ્રેક નજીકમાં પાણી ફરી વળતા મુંબઈ અમદાવાદ ટ્રેન વ્યવહારને સીધી અસર થઈ છે. 7 થી વધુ ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે,તો મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનોને સુરત, નવસારી, વલસાડ, વાપીમાં અટકાવી દેવામાં આવી છે. ત્યાંથી જ પરત મુંબઈ રવાના કરવામાં આવશે જેને પગલે વલસાડ સ્ટેશને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અટકાવી દેવામાં આવતા અનેક મુસાફરો અટવાઈ પડ્યા હતા.

વલસાડ સ્ટેશને ટ્રેન અટકાવી દેવતા મુસાફરો થયા પરેશાન

By

Published : Aug 1, 2019, 4:06 AM IST


વરસાદને પગલે રેલવે ટ્રેક નજીકમાં પાણી ફરી વળતા મુંબઈ અમદાવાદ ટ્રેન વ્યવહારને સીધી અસર થઈ છે.જોકે રેલવે તંત્ર દ્વારા જાણકારી આપવા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું હતું.વડોદરા રેલવે સ્ટેશન નજીક વરસાદી પાણી ફરી વળતા અમદાવાદ મુંબઈ રેલવે માર્ગ બંધ થઇ ગયો હતો.ભારે વરસાદના પગલે અનેક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, તો કેટલીક અન્ય નાગપુર, ગોધરા રૂટ ઉપરથી રવાના કરવામાં આવી છે. મુંબઈથી અમદાવાદ જતી મોડી રાત્રીની ટ્રેનો સુરત, નવસારી, વલસાડમાં અટકાવી દેવાઈ છે.

વલસાડ સ્ટેશને ટ્રેન અટકાવી દેવતા મુસાફરો થયા પરેશાન

ABOUT THE AUTHOR

...view details