પાદરા નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલ જાસપુર રોડના સ્થાનિકો છેલ્લા ઘણા દિવસોથી ગટરોને દૂષિત પાણી જાહેરમાં આ વિસ્તારમાં વહી રહ્યું છે. જેના થી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વારંવાર ની રજુઆત કરવા છતાં પણ આ પ્રશ્ન નો કોઈ ઉકેલ આવતો નથી.
વડોદરામાં ડ્રેનેજની ગટર ઉભરતા લોકો પરેશાન થયા, જલ્દીથી નિરાકરણ લાવવા રજૂઆત - PADRA
વડોદરાઃ જિલ્લાના પાદરાના જાસપુર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ડ્રેનેજની ગટરો ઉભરાતી હોવાથી આ વિસ્તારમાં દૂષિત પાણી જાહેરમાં રોડ પર વહી રહ્યું છે. જેનાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેને લઈ પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી તથા જો આ બાબતે કોઈ નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે.
સ્થાનિકોએ પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં જાસપુર રોડ વિસ્તારની 10 જેટલી સોસાયટીમાં ડ્રેનેજની ગટરો ઉભરાતા, દૂષિત અને દુર્ગંધ મારતું હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, અને આ વિસ્તારની ગટરોનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. વારંવારની રજૂઆત કરવા છતાં, પણ પાલિકાનું નિદ્રાધીન તંત્ર સ્થાનિકોની સમસ્યા ઉકેલમાં નિષ્ફળ રહેતા અને સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકો આજે વિફર્યા અને પાદરા નગર પાલિકા માં પહોંચ્યા હતા અને રોષ વ્યકત કર્યો હતો.સાંજ સુધિમાં નિરાકરણ નહિ આવે તો સ્થાનિકોએ આંદોલની ચીમકી આપી હતી.