ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: બીમારીને અવગણી બ્રશ પકડ્યું, કલરફૂલ સ્ટ્રોકથી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ લખાયું - hethvi khimsuria vadodara

કલાનગરી વડોદરામાંથી અનેક એવા કલાકારો વૈશ્વિક સ્તર પર કલા પાથરીને ડંકો વગાડી રહ્યા છે. આવી જ રીતે કલાક્ષેત્રમાં એક સિદ્ધિ વડોદરાની દીકરીએ પાથરી છે. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હેત્વી એ ફ્રી હેન્ડ પેઇન્ટિંગમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવી દીધું છે. ખાસ વાત તો એ છે કે, મનો દિવ્યાંગ દીકરીએ શારીરિક ખામીને ખૂબીમાં પરિવર્તિત કરી પેઇન્ટિંગ મામલે રેકોર્ડ બનાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Eવડોદરાની 12 વર્ષીય મનોદિવ્યાંગ દિકરીએ સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું:tv Bharat
વડોદરાની 12 વર્ષીય મનોદિવ્યાંગ દિકરીએ સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું:Etv Bharat

By

Published : May 17, 2023, 12:30 PM IST

વડોદરાની 12 વર્ષીય મનોદિવ્યાંગ દિકરીએ સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું:

વડોદરા:શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી હેત્વી ખીમસુરીયા એ વડોદરા સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જન્મથી 75 ટકા સેરેબ્રલ પાલ્સી, મેન્ટલ રિટાર્ડેશન જેવી અસાધ્ય બીમારીથી પીડિત દીકરીએ બ્રશના એવા સ્ટ્રોક માર્યા કે વૈશ્વિક સ્તરે નોંધ લેવી પડી. પેઇન્ટિંગના કલરએ દીકરીના જીવનમાં એવા રંગો ભર્યા કે સફળતાના રંગને જોવા માટે ભલભલા પદાધિકારીઓ એક વખત ધ્યાન આપવું પડ્યું. આર્ટ એન્ડ ક્રાફ્ટમાં ક્રિએટિવ માઈન્ડ થકી અસાધારણ સફળતા મેળવી બાળપણ અવસ્થામાં મોટું નામ બનાવ્યું છે. આકૃતિઓમાં રંગો પૂરવાની પ્રેક્ટિસ જીવનમાં સફળતાના મલ્ટિકલર્સ ક્યારે ચિત્ર પલટાવી દેશે એની દીકરીને ક્યાં ખબર હતી. હેત્વી એ પોતાની પ્રેક્ટિસથી ઇન્ડિયા બુકમાં નામ તો નોંધાવ્યું પરંતુ સાથે સાથે તે પોતાની એક યુટ્યુબ ચેનલ પણ ધરાવે છે. જોઈએ એક ખાસ અહેવાલ.

પેઇન્ટિંગમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ: જન્મથી 75 ટકા સેરેબ્રલ પાલ્સી, મેન્ટલ રિટાર્ડેશન જેવા અસાધ્ય રોગથી પીડાતી હેત્વીએ પોતાની નબળાઈને પડકાર આપીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આર્ટ અને ક્રાફ્ટમાં અનેક પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર 12 વર્ષીય હેત્વીએ ફ્રી હેન્ડ પેઇન્ટિંગમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે. આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે, હેત્વીએ અત્યાર સુધીમાં 250 ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને ક્રાફ્ટ બનાવ્યા છે. 50 શૈક્ષણિક પઝલ્સ ઉકેલી છે. આ ઉપરાંત તે 1 થી 100 અંગ્રેજી આંકડા અને ગુજરાતી સ્વર-વ્યંજન બોલી તેમજ વાંચી બતાવે છે. એક મહિના પહેલા જ ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરનાર ગુજરાતની પ્રથમ દિવ્યાંગ બાળકી તરીકે હેત્વી સિદ્ધિ હાંસલ કરી ચૂકી છે. ત્યારબાદ આગળ વધતા તેમણે મહત્તમ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનારી મનોદિવ્યાંગ દિકરી તરીકે ઇન્ડિયા બુકમાં પણ રેકોર્ડ કરી બતાવ્યો છે.

બાળકો માટે પ્રેરણા રૂપ: મક્કમ મનોબળ ધરાવતા માતા પિતાએ પોતાની મનોદિવ્યાંગ બાળકીને સાચવીને તેને નાની નાની બાબતો ચીવટપૂર્વક શીખવવાનું શરૂ કર્યું છે. શૈક્ષણિક પઝલ બાદ રંગોની ઓળખ કરાવી હેત્વીને ચિત્રોમાં ધીમે ધીમે રંગો પૂરવાની પ્રેક્ટિસ કરાવવામાં આવી છે. ફ્રી હેન્ડ પેઇન્ટિંગ કરવામાં આગળ વધેલી હેત્વીની એક યુ-ટ્યુબ ચેનલ ખોલવામાં આવી છે. તેમના ચિત્રોના વીડિયો અહીં અપલોડ કરવામાં આવે છે. તેમજ અન્ય મનો દિવ્યાંગ બાળકોની સંસ્થાને વીડિયો મોકલીને અન્ય મનો દિવ્યાંગ બાળકોને પણ પ્રેરણા પૂરી પાડી ઉત્સાહમાં વધારો કરે છે.

"જન્મથી જ મારી બાળકીને ખેંચ વમાવતી હતી. અને જન્મથી જ સંઘર્ષ રહ્યો હતો. મારી દિકરીની થેરાપી અને દવા શરૂ કરી હતી. એમ છતા 6 વર્ષ સુધી બોલી ચાલી ન હતી. કોરોના કાળ આવતા માતાએ દીકરી માટે નોકરી છોડી એકમાત્ર બાળકીને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી હતી. હાલમાં વિવિધ ફ્રી હેન્ડ પેઇન્ટિંગ,પઝલ સોલ્વ, સાથે આર્ટ માં રુચિ કેળવી કામ શરૂ કર્યું હતું. તેને આટલી ઉંમરમાં 20 ટ્રોફી ,મેડલ સહિત રેકોર્ડમાં નામ નોંધાવી છે. વડોદરા સાથે ગુજરાતની મનો દિવ્યાંગ બાળકી હોવાનું ગર્વ મેળવ્યું છે--કાંતિભાઈ ખીમસુરિયા(હેત્વીના પિતા)

ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રમાણપત્ર:હેત્વીના પિતાએ જણાવ્યા અનુસાર આ સિદ્ધિ બદલ હેત્વીને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર, ગોલ્ડ મેડલ, પેન, રેકોર્ડ બુક, રેકોર્ડ કાર સ્ટીકર જેવો મોમેન્ટો ઉપરાંત રેકોર્ડ કીટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હેત્વીને વિશેષ અભિનંદન, આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ભાનુ બાબરીયાના હસ્તે ઈન્ડિયા બુક રેકોર્ડ્સ કીટ આપીને હેત્વીનું સન્માન કરવામાં આવ્યું હતું. હેત્વીના પ્રેરણાસ્ત્રોત એવા તેમના પિતા કે જે તેમના માર્ગદર્શક શિક્ષક પણ છે. તેઓ હવે દીકરી વર્લ્ડ રેકોર્ડ બનાવી વિશ્વમાં દેશનું નામ રોશન થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.

  1. Vadodara News : 15 દિવસમાં લૂ લાગવાના અધધ કોલ, આકાશી અગનવર્ષા વચ્ચે વડોદરા 108ની દોડધામ વધી
  2. Vadodara News : વડોદરાના કિકબોક્સિંગ ખેલાડી તૂર્કિશ ઓપન વાકો વર્લ્ડ કપ 2023માં જવા રવાના, ગોલ્ડ જીતવાની આશા
  3. Vadodara News : વડોદરા સ્માર્ટ સિટી અંતર્ગત અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન યોજનાનું કામ શરુ, ઝોનદીઠ ફાળવણી અને તકેદારીની વાત જાણો

ABOUT THE AUTHOR

...view details