- કોરોનાં મહામારી વચ્ચે કરજણ નવી શાકમાર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું
- અસહ્ય ગંદકી અને જીવજંતુઓ સહિત દુષિતમય વાતાવરણ ફેલાયું
- રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ
વડોદરાઃ કરજણ નગરમાં આવેલી કરજણ શાકમાર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય નજરે પડ્યું છે અને નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય એમ દેખાય રહ્યું છે. એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારતની વાતો કરવામાં આવી રહી છે તો બીજી બાજુ અનેક જગ્યાએ ગંદકીના ઢગ જોવા મળી રહ્યાં છે.
કરજણ નવી શાકમાર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય કરજણ શાકમાર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય
હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર ફરી વધી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને કારણે અમદવાદામાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, ત્યાર બાદ રાજ્યના અનેક મોટા શહેરો જેવા કે વડોદરા, સુરત અને રાજકોટમાં પણ તંત્ર અને લોકો વધારે જાગૃત થયા છે. એવામાં કરજણ નગરપાલિકા તંત્ર ભરનિંદ્રામાં હોય લાગી રહ્યું છે. કરજણ શાકમાર્કેટમાં વેપારીઓ દ્વારા ફળ, ફ્રૂટ, અને સડી ગયેલા શાકભાજીનો બગાડ ફેંકવામાં આવી રહ્યો છે. જેમાં કેટલાક ઝેરી જીવ જંતુઓ હોય છે. જેને કારણે અહીં દુષિતમય વાતાવરણ સર્જાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છે.
કરજણ નવી શાકમાર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય નગરપાલિકાની બેદરકારીને કારણે રોગચાળો ફેલાવવાની ભીંતિ
નવી શાક માર્કેટ તો જાણે ઉકરડો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સ્વચ્છ કરજણ સ્વસ્થ કરજણના લાગેલા મોટા મોટા હોર્ડિંગ્સ ખોટા સાબિત થયા છે. હાલ કરજણ નગરપાલિકાની ઘોર બેદરકારીને પગલે લોકોમાં વધારે બિમારી ફેલાય તેવું બની શકે.