ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાઃ છાણીની શાળામાં જર્જરિત રૂમ ધરાશાયી, કોઇ જાનહાની નહીં - વડોદરા કોંગ્રેસ પ્રમુખ હરીશ પટેલ

વડોદરા શહેરના છાણી ગામમાં આવેલી કુમાર શાળાનો એક જર્જરિત રૂમ ધરાશયી થઇ ગયો હતો. સદસનીબે કોરોનાના કારણે સ્કૂલો બંધ હોવાથી કોઇ જાનહાની થઇ નહોતી.

vadodara
વડોદરા

By

Published : Sep 16, 2020, 11:45 AM IST

વડોદરા: કોરોનાના કારણે સ્કૂલ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઇ છે. વડોદરા શહેરના છેવાડે આવેલા છાણી ગામમાં આવેલી કુમાર શાળાનું મકાન વર્ષો જૂનું છે. આ જર્જરિત સ્કૂલનો એક રૂમ ધડાકાભેર ધરાશાયી થઇ ગયો હતો. જેને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. કોરોનાના કારણે સ્કૂલ બંધ હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી ગઇ હતી.

વડોદરાના છાણી ગામની કુમાર શાળાનો એક જર્જરિત રૂમ ધરાશાયી, કોઇ જાનહાની નહી

નોંધનીય છે કે, આ મકાન જર્જરિત હોવા છતાં સત્તાવાળાઓ દ્વારા જર્જરિત મકાન ભયમુક્ત કરવા માટે કોઇ પગલાં ભરવામાં આવ્યા નહોતા. આખરે જર્જરિત સ્કૂલનો એક રૂમ ધરાશયી થઇ ગયો હતો. જ્યારે વોર્ડ નં-2ના કોગ્રેસ પ્રમુખ હરીશ પટેલે જણાવ્યું હતું કે, છાણી ગામમાં આવેલી કુમાર શાળાનું મકાન વર્ષો જૂનું છે. આ મકાન ભયમુક્ત કરવા માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યું ન હતું. જેના કારણે આ સ્કૂલનો એક રૂમ ધરાશાયી થઇ ગયો છે.

હાલ કોરોનાના કારણે સ્કૂલો બંધ છે. જો સ્કૂલો ચાલુ હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. છાણી ગામની કુમાર શાળાનો એક રૂમ પડી જતાં ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details