ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના છાણી વિસ્તારમાં મેગા ડીમોલિશનઃ પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ - પોલીસ

વડોદરા: શહેરમાં કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરાયુ હતું. જેમાં દબાણ શાખા, સ્થાનિક અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

વડોદરાના છાણી વિસ્તારમાં મેગા ડીમોલિશન હાથ ધરાયુ
વડોદરાના છાણી વિસ્તારમાં મેગા ડીમોલિશન હાથ ધરાયુ

By

Published : Nov 26, 2019, 2:06 PM IST

છાણીમાં 15 મીટર પહોળાઇના ટીપી રોડ છે. આ રોડ છાયાપુરી સ્ટેશનથી છાણી પોલીસ સ્ટેશન સુધી જાય છે. આ રોડ પર અંદાજે 150થી વધુ કાચા પાકા મકાનો અને દુકાનો આવેલા છે. આ ઝુંપડા રોડલાઇનમાં નડતરરૂપ હોવાથી તે તોડી પાડવા માટે દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વડોદરાના છાણી વિસ્તારમાં મેગા ડીમોલિશન હાથ ધરાયુ

આ પહેલા ઝૂંપડાવાસીઓને મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા ઝૂંપડા ખાલી કરી દેવા નોટિસ ફટકાર્યા બાદ આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ કામગીરી દરમિયાન સ્થાનિક લોકો અને દબાણ શાખાની ટિમ અને પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતાં. કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

ABOUT THE AUTHOR

...view details